Sudha Murthy Speech: રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિનું ભાષણ થઈ રહ્યું છે વાયરલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્યા વખાણ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 04 Jul 2024 03:09 PM (IST)Updated: Thu, 04 Jul 2024 03:09 PM (IST)
rajya-sabha-mp-sudha-murthys-speech-goes-viral-on-social-media-pm-narendra-modi-also-praised

Sudha Murthy Speech: સોશિયલ મીડિયા પર આજકાલ લોકો રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિના ભાષણને ખૂબ પસંદ કરી રહ્યા છે. સુધા મૂર્તિએ સંસદમાં મહિલાઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવા માટે વેક્સિન અને પ્રવાસનથી જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરી હતી.

સોશિયલ મીડિયા પર લોકો સુધા મૂર્તિના ભાષણની ક્લીપ શેર કરીને બીજા સાંસદોને તેમની પાસેથી ભાષણ આપવાની કલા શીખવાની સલાહ આપી રહ્યા છે. યુઝર્સ એ પણ કહી રહ્યા છે કે સંસદમાં કેવી રીતે બોલવું અને કેવા મુદ્દા ઉઠાવવાં તે સુધા મૂર્તિ પાસેથી શીખવું જોઈએ.

બાળપણથી જ આપવી જોઈએ વેક્સિન
રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ આભાર પ્રસ્તાવ પર સુધા મૂર્તિએ ભાષણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો તેનાથી બચવું હોય તો આપણે બાળપણથી જ બાળકીઓને વેક્સિન આપવી જોઈએ. હવે સમય આવી ગયો છે કે આપણે મહિલાઓના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ.

મહિલાઓની સુરક્ષા માટે કોઈ કેમ્પેઈન શા માટે નહિ
આ સાથે સુધા મૂર્તિએ પોતાની પિતાજીની વાત યાદ કરતાં જણાવ્યું કે મારા પિતા કહેતા હતા કે મહિલાઓ હંમેશા પરિવારના કેન્દ્રમાં હોય છે. જો એક મહિલાની મોત થઈ જાય છે તો પતિને બીજી પત્ની મળી જાય છે પરંતુ બાળકોને તેમની બીજી મા નથી મળતી. કોરોનોના સમયને યાદ કરતાં સુધા મૂર્તિએ જણાવ્યું કે જ્યારે કોરોનાકાળમાં આટલું મોટું વેક્સિન કેમ્પેઈન ચલાવવામાં આવી શકે છે તો મહિલાઓ માટે શા માટે નહિ.

આ સાથે સુધા મૂર્તિએ કહ્યું કે ભારતમાં અનેક એવી ધરોહર છે જેનો પ્રચાર કરવો જોઈએ. જેનાથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળી શકે છે.