"તમારી ફિલ્મની જેમ પૈસા પણ અતા-પતા લાપતા થઈ ગયા": ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવ પર SC ની ટિપ્પણી

ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને 13 ઓક્ટોબર સુધીમાં ₹2 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. CJI એ તેમની ફિલ્મ 'અતા પતા લાપત્તા' પર કટાક્ષ કરતા મહત્વની ટિપ્પણી કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 07 Oct 2026 03:09 PM (IST)Updated: Wed, 07 Oct 2026 03:09 PM (IST)
rajpal-yadav-cheque-bounce-case-supreme-court-cji-commentary-2-crore-compensation-ata-pata-alapata

Rajpal Yadav Cheque Bounce Case: સુપ્રીમ કોર્ટે લાંબા સમયથી ચાલી રહેલા ચેક-બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને કડક ફટકાર લગાવી છે. કોર્ટે તેમને 13 ઓક્ટોબર સુધીમાં ફરિયાદીને 2 કરોડ રુપિયા જમા કરાવવાનો કડક આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, આ ચૂકવણી થયા પછી જ હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી પર વિચારણાં કરવામાં આવશે.

સુનાવણી દરમિયાન રાજપાલ યાદવ પોતે કોર્ટમાં હાજર હતા. તેમણે 1.15 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) રજૂ કર્યો હતો. બાકીના 85 લાખ રુપિયા મિલકત ખરીદનાર દ્વારા 13 ઓક્ટોબર સુધીમાં ચૂકવવાના છે, તેઓ તેમની સાથે હાઈકોર્ટમાં હાજર હતા.

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

સુનાવણી દરમિયાન, કોર્ટે રાજપાલ યાદવના વલણ પર ઊંડો અસંતોષ વ્યક્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે, જો જરુર પડ્યે તેમની સજા લંબાવવામાં આવી શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે, તેમને વારંવાર સમય એટલા માટે આપવામાં આવી રહ્યો છે. જેથી તેઓ ફરિયાદીને તેમના પૈસા મળી રહે. કોર્ટે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે, કાયદાનો ઉપયોગ આવી રીતે ન થવો જોઈએ.

CJI અને રાજપાલ યાદવ વચ્ચે રસપ્રદ સંવાદ

સુનાવણી બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) અને અભિનેતા રાજપાલ યાદવ વચ્ચે હળવો પરંતુ કટાક્ષભર્યો સંવાદ થયો હતો. રાજપાલ યાદવે તેમની ફિલ્મ 'અતા પતા લાપત્તા'ને કારણે થયેલા ભારે આર્થિક નુકસાન વિશે વાત કરી હતી.

રાજપાલ યાદવે ઉલ્લેખ કર્યો હતો કે, આ ફિલ્મને કારણે તેમને 200-250 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું અને તેનાથી નિર્માતાઓ પણ બરબાદ થઈ ગયા હતા. આના પર સીજીઆઈએ રમૂજી અંદાજમાં કહ્યું કે, જેવી રીતે તમારી ફિલ્મનું નામ અતા પતા લાપતા' છે તેવી જ તમારા પૈસા પણ અતાપતા લાપત્તા થઈ ગયા છે.

જયારે રાજપાલ યાદવે હાથ જોડીને કહ્યું હું પ્રણામ કરુ છું

CJIની વાતના જવાબમાં રાજપાલ યાદવે હાથ જોડ્યા અને કહ્યું, "હું પ્રણામ કરું છું, સાહેબ." ત્યારબાદ, ભારતના મુખ્ય ન્યાયાધીશે મજાકિયા અંદાજમાં તેમને સલાહ આપી કે, તેઓ સારી ફિલ્મ બનાવે અને લોકોનું મનોરંજન કરે. તેની સાથે તેઓએ ઉમેર્યું કે, સુપ્રીમ કોર્ટમાં દલીલો કરતાં વકીલો પણ સારા અભિનેતા છે.જેમને તેઓ ફિલ્મોમાં કાસ્ટ કરી શકે છે.

લોન વિવાદ અંગે રાજપાલ યાદવની સ્પષ્ટતા

કોર્ટ પરિસરમાં લોન વિવાદ અંગે સ્પષ્ટતા કરતા રાજપાલ યાદવે જણાવ્યું હતું કે, ફિલ્મ નિર્માણ માટે સામાન્ય રીતે બેંકો કે બજારમાંથી આ પ્રકારની લોન લેવામાં આવતી નથી. તેમણે સમજાવ્યું કે, લોન સામાન્ય રીતે ઘર બનાવવા કે જમીન ખરીદવા માટે લેવામાં આવે છે, ફિલ્મો બનાવવા માટે નહીં; ફિલ્મ ફાઇનાન્સિંગમાં પેકેજ ડીલ્સ અથવા રોકાણનો સમાવેશ થાય છે. તેમણે દલીલ કરી હતી કે, તેઓ પોતાની ક્ષમતાના આધારે સો જેટલી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, તેથી ફિલ્મ બનાવવા માટે લોન લેવાની તેમને કોઈ જરૂરિયાત નથી.

કોર્ટના કડક વલણ અને નિર્દેશોનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું કે, મને મારા દેશ, સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ અને અપાર આદર છે. જે પણ નિર્ણય લેવામાં આવશે અને તે ગમે ત્યાંથી આવે તે અમારા બધા દ્વારા સંપૂર્ણપણે સ્વીકારવામાં આવશે."

જાણો શું છે સંપૂર્ણ વિવાદ?

ઉલ્લેખનીય છે કે, આ મામલો વર્ષ 2010નો છે, જ્યારે રાજપાલ યાદવે ફિલ્મ 'અતા પતા લાપતા' માટે 'મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ' પાસેથી કથિત રીતે લોન લીધી હતી.

લોનની ચુકવણી માટે આપવામાં આવેલા કુલ ₹1.05 કરોડના સાત ચેક બાઉન્સ થયા બાદ આ કાનૂની વિવાદ ઊભો થયો હતો. યાદવનું કહેવું છે કે, આ વિવાદ ₹5 કરોડની ચૂકવણીથી જોડાયેલો છે. જ્યારે ફિલ્મ ફ્લોપ જતાં તેમને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. હાલમાં સુપ્રીમ કોર્ટે તેઓને 13 ઓક્ટોબર સુધીમાં 2 કરોડ ચૂકવવાની કડક સમયમર્યાદા આપી છે.