સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકાને આપી ચેતવણી- કહ્યું પાકિસ્તાનને સંવેદનશીલ ટેકનોલોજી આપી તો ત્રીજા દેશ પાસે પહોંચી શકે છે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ફિલિપાઈન્સના સેબીમાં 13માં આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ-પ્લસ(ADMM-પ્લસ) દરમિયાન અમેરિકાના વોર સેક્રેટરી પીટ હેગસેથ સાથે મુલાકાત કરી હતી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 29 Oct 2026 07:12 AM (IST)Updated: Thu, 29 Oct 2026 07:12 AM (IST)
rajnath-singh-warns-the-us-says-that-if-sensitive-technology-is-provided-to-pakistan

Rajnath Singh:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ફિલિપાઈન્સના સેબીમાં 13માં આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ-પ્લસ(ADMM-પ્લસ) દરમિયાન અમેરિકાના વોર સેક્રેટરી પીટ હેગસેથ સાથે મુલાકાત કરી હતી.તેમણે આ મુલાકાતમાં કહ્યું કે અમેરિકા દ્વારા પાકિસ્તાનને F-16 ફાઈટર જેટ સાથે સંકળાયેલ સસ્ટેનેન્સ પેકેજ અને અત્યાધુનિક ટેકનોલોજી આપવામાં આવી તે અંગે ભારતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજનાશ સિંહે હેગસેથને સ્પષ્ટ કહ્યું કે ભારત અમેરિકા દ્વારા પાકિસ્તાનને F-16 કાર્યક્રમ સંબંધિત અત્યાધુનિક ફાઈટર જેટ સપોર્ટ પેકેજ આપવા અંગે તેઓ સખત વિરોધ કરે છે.તેમણે ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાનને આપવામાં આવી રહેલી સંવેદનશીલ ટેકનોલોજી ત્રીજા દેશમાં પહોંચી શકે છે.

અમેરિકાએ પાકિસ્તાનને $649 મિલિયનનું F-16 સપોર્ટ અને અપગ્રેડ પેકેજ પૂરું પાડવાનો નિર્ણય લીધો છે, જેમાં એવિઓનિક્સ અપગ્રેડ, ક્રિપ્ટોગ્રાફિક મોડ્યુલ, મિશન પ્લાનિંગ ટૂલ્સ, સ્પેરપાર્ટ્સ, સિમ્યુલેટર, તાલીમ અને લોજિસ્ટિક્સ સપોર્ટનો સમાવેશ થાય છે.

બન્ને નેતાઓને આતંકવાદ સામે સંયુક્ત સંઘર્ષની પુષ્ટી કરી છે. હેગસેથે ભારતના સીમા પાર આતંકવાદ સામે સંઘર્ષમાં અમેરિકાનું પૂરું સમર્થન પુનરાવર્તન કર્યું.