Who IS Rajendra Shukla: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે છેવટે નિર્ણય લેવામાં આવ્યો છે. ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય મોહન યાદવ MPના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડા ડેપ્યુટી CM બનશે. રાજેન્દ્ર શુક્લા મધ્ય પ્રદેશના રીવાથી ધારાસભ્ય છે અને વિંધ્યના કદાવર નેતા તરીકે તેમની ઓળખ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર શુક્લા ચાર વખત કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે. પોતાના ચૂંટણી કેરિયરમાં તેઓ અત્યાર સુધીમાં અજેય રહ્યા છે. ખાસ વાત એ છે કે તેઓ એવા ધારાસભ્ય છે કે જેમણે દરેક વખત ચૂંટણી જીતવાના સંજોગોમાં મંત્રી પદ મળ્યું છે.
વિંધ્યના મોટા નેતા છે રાજેન્દ્ર શુક્લા
રીવા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય રાજેન્દ્ર શુક્લાને મોટા કદના નેતા તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2003માં પ્રથમ વખત જ્યારે ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા ત્યારબાદ તેઓ સતત રીવાથી ચૂંટણી જીતતા આવ્યા છે. વર્ષ 2018માં તેઓ ચોથી વખત અને વર્ષ 2023માં પાંચમી વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે.
નાયબ મુખ્યમંત્રી તરીકે ખુરશી મેળવનાર રાજેન્દ્ર શુક્લા સૌથી પહેલા ઉમા ભારતી સરકારમાં મંત્રી બન્યા હતા. ત્યારબાદ બાબુલાલ ગૌર સરકારમાં પણ તેમણે મંત્રી પદ મળ્યું હતું. શિવરાજ સિંહ ચૌહાણની સરકારમાં પણ તેઓ રાજ્યમાં મંત્રી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ વર્ષ 2003, 2008, 2013 અને વર્ષ 2023માં મંત્રી રહી ચુક્યા છે.
રાજકીય કરિયાર
વર્ષ 1986માં યુવા નેતા તરીકે શરૂઆત કરનાર રાજેન્દ્ર શુક્લાએ વર્ષ 1998માં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, જોકે તેઓ કોંગ્રેસના પુષ્પરાજ સિંહ સામે 1394 મતોથી હારી ગ્યા હતા.
ક્યારે ક્યારે મંત્રી પદ મળ્યું
- વર્ષ 2003માં પ્રથમ વખત વિક્રમજનક મતોથી વિધાનસભા ચૂંટણી જીતનાર રાજેન્દ્ર શુક્લાને આવાસ અને પર્યાવરણ રાજ્ય મંત્રીનું પદ મળ્યું.
- વર્ષ 2008માં રીવા વિધાનસભા વિસ્તારમાંથી બીજી વખત જીત્યા. અને આ વખતે ઉર્જા તથા ખનિજ સંસાધન મંત્રી બની મંત્રી પરિષદમાં સામેલ થયા.
- વર્ષ 2013માં મધ્ય પ્રદશની 14મી વિધાનસભા ચૂટણી જીતીને રાજેન્દ્ર શુક્લા ઉદ્યોગ નીતિ અને રોકાણ સંવર્ધન મંત્રી બનાવવામાં આવ્યા. તેમણે જનસંપર્ક વિભાગ પણ સંભાળ્યો હતો.
- વર્ષ 2018માં MPમાં કોંગ્રેસની સરકાર બની પણ વર્ષ 2020માં આ સરકાર પડી ગઈ પણ ત્યારબાદ ફરી ભાજપ સત્તામાં આવ્યું. વર્ષ 2023માં રાજેન્દ્ર શુક્લાને ફરી એક વખત ચોથી વખત કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
રાજેન્દ્રા શુક્લાનો જન્મ 3 ઓગસ્ટ 1964ના રોજ રીવામાં થયો હતો. તેમના પિતા ભઈયાલાલ શુક્લા એક કોન્ટ્રેક્ટર અને સમાજ સેવી હતા. સરકારી શાળામાં અભ્યાસ કરી આવેલા શુક્લાએ ગવર્નમેન્ટ એન્જીનિયરિંગ કોલેજ રીવાથી સિવિલ એન્જીનિયરિંગમાં સ્નાતક ડિગ્રી મેળવી છે. વર્ષ 1986માં તેઓ સરકારી એન્જીનિયરિંગ કોલેજ સ્ટુડેન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યા હતા.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
