Sonam Raghuwanshi News: રાજા રઘુવંશી હત્યા કેસમાં તેની પત્ની સોનમ સહિત પાંચ આરોપીઓ રિમાન્ડ બાદ જેલમાં બંધ છે. સોનમ હાલ શિલોંગ જિલ્લા જેલમાં બંધ છે. સોનમને જેલ વાર્ડનના કાર્યાલય પાસે બનેલી બેરકમાં રાખવામાં આવી છે. જેલ પ્રશાસન દ્વારા 24 કલાક સીસીટીવી કેમેરા દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે. હવે સામે આવ્યું છે કે સોનમે અત્યાર સુધી જેલમાંથી 3 વાર ફોનમાં વાત કરી છે.
જેલમાંથી સોનમે કોની સાથે વાત કરી
જેલ પ્રશાસન દ્વારા સોનમને અઠવાડિયામાં એક વાર ફોન પર વાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી સોનમે ત્રણ વાર ફોન કર્યો છે. જો કે તેણે કોને ફોન કર્યો તેનો ખુલાસો થયો નથી. જો કે સોનમના ભાઈએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે એટલે બની શકે કે તેણે માતા પિતા સાથે વાત કરી હશે.
રાજા રઘુવંશીની માતાને કોની પર શંકા છે
રાજાની માતા ઉમા રઘુવંશીએ જણાવ્યું છે કે સોનમને ચાર મિત્રો હતા. જેમાંથી એકની સાથે તેને ઉંડા સંબંધો હતા. બંને હંમેશા સાથે રહેતા હતા અને સતત સંપર્કમાં હતા. તેમણે આ મિત્રની હત્યા મામલે પુછપરછ કરવા પોલીસને માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ જેલમાં કુલ 496 કેદીઓ છે, જેમાંથી 19 મહિલા કેદી છે અને સોનમ 20મી મહિલા કેદી છે.
