Raja Raghuwanshi Case: ઇન્દોરના વેપારી રાજા રઘુવંશીની હત્યા બાદ તેમનો પરિવાર મેઘાલયમાં તે સ્થળે પહોંચ્યો જ્યાં હત્યાની ઘટના બની હતી. તેમણે રાજાની આત્માની શાંતિ માટે ત્યાં સંસ્કાર કર્યા હતા. રાજાનો પરિવાર હવે ન્યાય માટે લડવા તૈયાર છે અને આરોપીઓની જામીનને પડકારશે.
ચેરાપુંજીમાં રાજાની સંસ્કાર વિધિ
રાજાના ભાઈ વિપિને જણાવ્યું કે પરિવારે તે જગ્યાએ કેટલાક સંસ્કાર કરવાનું નક્કી કર્યું જ્યાં 2 જૂને રાજાનો મૃતદેહ મળ્યો હતો. આ જગ્યા વેઈ સેડોંગ વોટરફોલ્સની પાર્કિંગ હતી, જ્યાં રાજા અને સોનમે તેમની ભાડે લીધેલી સ્કૂટી પાર્ક કરી હતી. ત્યાર બાદ તેઓ તે જંગલ તરફ ગયા જ્યાં આ ઘટના બની હતી. પરિવાર મંગળવારે શિલોંગ પહોંચ્યો અને બુધવારે ચેરાપુંજી (સોહરા)માં સંસ્કાર કર્યા.
પુરાવા સાથે છેડછાડનો આરોપ
ન્યાય માટે પરિવાર રાજાનો પરિવાર હવે ન્યાયની લડાઈ લડવા તૈયાર છે. તેમણે શિલોંગમાં એક વકીલ રાખવાનું નક્કી કર્યું છે. રાજાનો પરિવાર પ્રોપર્ટી ડીલર સિલોમ જેમ્સ, ફ્લેટ માલિક લોકેન્દ્ર તોમર અને સિક્યોરિટી ગાર્ડ બલવીરને આપવામાં આવેલી જામીનને પડકારશે. આ ત્રણેય પર પુરાવા સાથે છેડછાડનોઆરોપ છે.
સોનમના નાર્કોટેસ્ટની માંગ
પરિવારે એ પણ માંગ કરી છે કે સોનમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, જેથી સ્પષ્ટ થઈ શકે કે તેણે પોતાના પતિને શા માટે માર્યો. અહેવાલો અનુસાર સોનમના ભાઈ ગોવિંદે શિલોંગ અને ગુવાહાટીમાં સોનમ માટે જામીન અરજી માટે વકીલ શોધી રહ્યા છે.
