Hyderabad News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી હૈદરાબાદમાં ગિગ વર્કર્સ સાથે યોજાયેલી એક બાઇક રેલીમાં ભાગ લીધો હતો. તેલંગાણા 'ગિગ વર્કર્સ સોશિયલ સિક્યોરિટી એન્ડ વેલફેર સ્કીમ' ની સત્તાવાર શરૂઆત પહેલાં શનિવારે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગિગ વર્કર્સ સાથે વિશેષ બાઈક રેલી
ગિગ વર્કર્સની આ બાઈક રેલીમાં તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી તથા અન્ય કોંગ્રેસ નેતાઓ પણ રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા હતા. રેલી દરમિયાન રાહુલ ગાંધી અને રેવંત રેડ્ડી ગિગ વર્કર્સની સ્કૂટી પર પાછળ બેઠેલા નજરે પડ્યા હતા.
IT કોરિડોરથી માધાપુર સુધીનો રુટ
ગિગ વર્કર્સની બાઈક રેલી હૈદરાબાદ શહેરના આઈટી કોરિડોરમાં આવેલ શિલ્પરામમ સરકારી ઓડિટોરિયમ ખાતેથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બાઈક રેલી આગળ વધીને માધાપુરના જયાભેરી ગ્રાઉન્ડ પર સંપન્ન થઈ હતી. જે બાદ હૈદરાબાદ ખાતે ભારત સમિટ પણ યોજાઈ હતી.
