દેશભરમાં યુથ કોંગ્રેસના 200 થી વધુ નેતાઓ સસ્પેન્ડ, ગુજરાત સહિત 7 રાજ્યમાં કાર્યવાહીનું કારણ શું?

દિલ્હીમાં ઈન્ડી ગઠબંધનની રેલીમાં હાજર ન રહેવા બદલ ઈન્ડિયન યુથ કોંગ્રેસેશિસ્તભંગની કાર્યવાહી કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 05 Nov 2026 04:18 PM (IST)Updated: Thu, 05 Nov 2026 04:18 PM (IST)
rahul-gandhi-india-bloc-delhi-rally-youth-congress-200-leaders-suspended

INDIA Bloc Delhi Rally: દિલ્હી સ્થિત રામલીલા મેદાનમાં વિપક્ષી ઈન્ડી ગઠબંધન (INDI Alliance) અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની યોજાયેલી રેલીમાં હાજર ન રહેવા બદલ ઈન્ડિયન યુથ કોંગ્રેસેશિસ્તભંગની કાર્યવાહી કરી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આ કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બદલ દેશભરના 200 થી વધુ યુથ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં બહાર આવેલા સસ્પેન્શન લેટર્સ અનુસાર 7 રાજ્યોમાંથી ઓછામાં ઓછા 185 સભ્યોને સસ્પેન્ડ કરીને તેમની ગેરહાજરી અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિસ્ત સમીક્ષા પૂર્ણ થયા બાદ સસ્પેન્ડ કરાયેલા સભ્યોની આ સંખ્યા વધીને 500 સુધી પહોંચી શકે છે.

આ શિસ્તભંગની કાર્યવાહી બાદ યુથ કોંગ્રેસના કેટલાક સસ્પેન્ડ કરાયેલા સભ્યોએ ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને સવાલ ઉઠાવ્યો કે વર્ષો સુધી પાર્ટીની સેવા કર્યા પછી માત્ર 1 ઘટનાના આધારે તેમનું આકલન કેવી રીતે કરી શકાય? યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રોહિતરાજોરિયાને પોતાની વાત રજૂ કરવાની તક આપ્યા વિના જ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

આ અંગે રોહિત રાજોરિયાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, "પાર્ટી માટે જીવનના 15 વર્ષ આપ્યા છે. આ દરમિયાન પાર્ટીના વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા બદલ તેમના વિરુદ્ધ 15 FIR દાખલ થઈ અને તેમણે 3-4 વખત જેલમાં પણ જવું પડ્યું હતું. તો શું માત્ર 1 કાર્યક્રમમાં ન પહોંચી શકવાના કારણે અમને પદ પરથી હટાવી દેવામાં આવશે?"

રોહિત રાજોરિયાએ પોતાના સ્વર્ગસ્થ કાકાના તેરમાનુંનિમંત્રણ કાર્ડ બતાવીને જણાવ્યું હતું કે, આ પારિવારિક શોક અંગે પાર્ટી નેતૃત્વને અગાઉથી જ જાણ કરી અને સ્પષ્ટ કર્યું કે તેઓ 1 નવેમ્બરના રોજ રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીની રેલીમાં હાજર રહી શકશે નહીં. માત્ર 1 કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બદલ તાત્કાલિક ધોરણે હટાવી દેવાતા તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આ સ્થિતિમાં પાર્ટી સત્તામાં પાછા ફરવાની અપેક્ષા કેવી રીતે રાખી શકે?

યુથ કોંગ્રેસ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

  • મધ્ય પ્રદેશ: સૌથી મોટી કાર્યવાહી મધ્ય પ્રદેશમાં કરવામાં આવી છે, જ્યાં 60 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  • ગુજરાત: ગુજરાતમાં યુથ કોંગ્રેસના 49 સભ્યો સામે સસ્પેન્શનનું પગલું ભરવામાં આવ્યું છે.
  • પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળમાં 26 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  • તેલંગાણા: તેલંગાણામાં 14 સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
  • મધ્ય ઉત્તર પ્રદેશ: મધ્ય ઉત્તર પ્રદેશમાં 13 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.
  • હિમાચલ પ્રદેશ: કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશમાં 13 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  • હરિયાણા: હરિયાણામાં 10 સભ્યો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.