Rahul Gandhi on Gujarat model: ભરૂચના અંકલેશ્વરમાં એક પેઢી દ્વારા લેવામાં આવેલા વોક-ઇન-ઇન્ટરવ્યુમાં અંદાજે 1000 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. લોકોની ભીડ એકત્ર થવાના કારણે સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે એક પોસ્ટ શેર કરી છે. બંને નેતાઓએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
એક્સ પર વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું હતું કે, 'બેરોજગારીની બીમારી ભારતમાં મહામારીનું રૂપ ધારણ કરી ચુકી છે અને ભાજપ શાસિત રાજ્યો આ બીમારીનું 'એપીસેન્ટર' બની ગયું છે. એક સામાન્ય નોકરી માટે ભારતનું ભવિષ્ય લાઈનમાં ઉભું રહીને ધક્કા ખાઈ રહ્યું છે. એ નરેન્દ્ર મોદીના 'અમૃતકાળ'ની વાસ્તવિકતા છે."
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ એક્સ હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે લખ્યું હતું કે, આ છે ખોટા વિકાસનું ગુજરાત મોડલનું સત્ય. 10-20 હજાર માટે હજારોની સંખ્યામાં બેરોજગાર ઉમેદવારોનો જમાવડો. ભાજપે પોતાની નીતિઓને કારણે દેશભરના યુવાનોને બેરોજગારીના મહાસાગરમાં ધકેલી દીધા છે. આ એવા યુવાન છે જે ભાજપ સરકારને હટાવીને તેના ભવિષ્ય માટે માર્ગ મોકળો કરશે.
ये है झूठे विकास के गुजरात मॉडल का सच … दस-बीस हज़ार रूपये के लिए आई कुछ रिक्तियों के लिए हज़ारों का जमावड़ा। भाजपा ने देश भर के युवाओं को अपनी नीतियों की वजह से बेरोज़गारी के महासागर में धकेल दिया है। यही वो युवा हैं जो भाजपा सरकार को हटाकर अपने भविष्य का रास्ता बनाएंगे क्योंकि… pic.twitter.com/L9H6kCvEkQ
— Akhilesh Yadav (@yadavakhilesh) July 11, 2024
એક અધિકારીએ માહિતી આપી હતી કે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં 40 ખાલી જગ્યાઓ માટે એક પેઢી દ્વારા આયોજિત વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે લગભગ 1000 લોકો હાજર થયા હતા. લોકોની ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. જે હોટલમાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો તેના એન્ટ્રી ગેટ પર લોકોની ભારે ભીડ હતી. લોકો વચ્ચે ઝપાઝપી થતાં કેટલાક ઉમેદવારો ઘાયલ પણ થયા હતા.
