Raghav Chadha Net Worth: કેટલી સંપત્તિના માલિક છે રાઘવ ચઢ્ઢા? હવે ભાજપમાં સામેલ

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા હવે ભાજપમાં જોડાયા છે, જેનાથી AAPને મોટો ફટકો પડ્યો છે. તેમની કુલ સંપત્તિ ₹50 લાખ હોવાનું જાણવા મળે છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 24 Apr 2026 05:47 PM (IST)Updated: Fri, 24 Apr 2026 06:05 PM (IST)
raghav-chadha-net-worth-how-much-wealth-does-raghav-chadha-own-now-joined-bjp
HIGHLIGHTS
  • રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા
  • રાઘવની કુલ સંપત્તિ ₹50 લાખ હોવાનું જાણવા મળે છે
  • મુખ્ય સંપત્તિમાં દિલ્હીમાં એક ઘર, સોનું અને બેંક ડિપોઝિટનો સમાવેશ થાય છે

Raghav Chadha Net Worth: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ શુક્રવારે પાર્ટીને મોટો ઝટકો આપ્યો. તેઓ હવે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ સાથે ચઢ્ઢા ફરી એકવાર ચર્ચામાં ચમક્યા છે.

રાઘવ ચઢ્ઢાએ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની ઓળખ બનાવી છે. તેઓ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે અને અગાઉ દિલ્હી જળ બોર્ડના ઉપાધ્યક્ષ અને રાજેન્દ્ર નગરના ધારાસભ્ય જેવા હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે.

દરમિયાન, તેમની કુલ સંપત્તિ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. રાઘવ ચઢ્ઢાની કુલ સંપત્તિ કેટલી છે?

  • Myneta.info મુજબ, રાઘવ ચઢ્ઢાની કુલ સંપત્તિ ₹50 લાખ છે. તેમની કુલ સંપત્તિ નીચે મુજબ છે.
  • સ્થાવર સંપત્તિ: દિલ્હીમાં એક ઘર, જેની કિંમત આશરે ₹36–37 લાખ છે.
  • જંગમ સંપત્તિ: આમાં આશરે ₹30,000–₹40,000 રોકડ, બેંક ડિપોઝિટ અને આશરે ₹6.35 લાખ શેર, બોન્ડ અને મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે.
  • સોનું: 90 ગ્રામ, જેની કિંમત આશરે ₹5 લાખ છે.
  • વાહન: મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર.

આવકનો સ્ત્રોત: રાજ્યસભા સાંસદ તરીકેનો પગાર.

તો બીજી તરફ પરિણીતી ચોપરાની નેટવર્થની વાત કરીએ તો બાંદ્રામાં તેમનું એક વૈભવ ઘર છે, જેની કિંમત લગભગ 22 કરોડ રુપિયા છે અને તેની પાસે કારોમાં એક શાનદાર કલેક્શન પણ છે. તેમના વાહનોમાં 1.30 કરોડ રુપિયાનો રેન્જ રોવર વોગ, 43.19 લાખ રુપિયાની ઓડી Q4 અને 69.27 લાખ રૂપિયાની ઓડી Q7 સામેલ છે.

પરિણીતી ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100 યાદીમાં સામેલ કરવામાં આવી હતી અને જ્યારે તેણી પહેલીવાર યાદીમાં સ્થાન મેળવ્યું ત્યારે તેની અંદાજિત વાર્ષિક આવક ₹5.36 કરોડ હતી.