Jasbir Singh: પંજાબથી વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ, જ્યોતિ મલ્હોત્રા સાથે પણ કનેક્શન

આરોપી જસબીર સિંહનું PIO શાકિર ઉર્ફે જટ્ટ રંધાવા સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સાથે પણ તે સંપર્કમાં હતો.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 04 Jun 2025 01:00 PM (IST)Updated: Wed, 04 Jun 2025 01:01 PM (IST)
punjab-police-arrested-another-youtuber-spy-jasbir-singh-after-jyoti-malhotra

YouTuber Jasbir Singh: પંજાબ પોલીસે મોહાલીથી યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ કરી છે. તેના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. પોલીસ સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સાથેની પુછપરછમાં તેનું નામ સામે આવ્યું હતું. આરોપી આતંક સમર્થિત જાસૂસી નેટવર્કનો હિસ્સો હતો.

આરોપીનું જ્યોતિ મલ્હોત્રા સાથે કનેક્શન

આરોપી જસબીર સિંહ 'જાન મહેલ' નામથી એક યુટ્યુબ ચેનલ ચલાવે છે. PIO શાકિર ઉર્ફે જટ્ટ રંધાવા સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. તે હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને દાનિશ સાથે સંપર્કમાં હતો. તેની જ્યોતિ સાથે અનેકવાર વાતચીત પણ થઈ છે.

ત્રણ વાર પાકિસ્તાન ગયો જસબીર સિંહ

પ્રાથમિક તપાસમાં પોલીસને આરોપીના મોબાઈલમાંથી કેટલાક આપત્તિજનક વીડિયો અને ફોટા મળ્યા છે. સાથે કેટલાક પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના નંબર પણ ફોનમાં હતા. જે અલગ અલગ નામોથી સેવ કરવામાં આવ્યા હતા. એટલું જ નહિ આરોપી જસબીર 3 વખત પાકિસ્તાન પણ ગયો હતો.

આરોપીએ પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો

જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ થઈ ત્યારે જસબીરે તેના ફોનમાંથી પાકિસ્તાની કનેક્શનના તેના પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાલ પોલીસે તેના ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસને શંકા છે તેની સાથે અન્ય લોકો પણ જોડાયેલા હોઈ શકે છે.