Pune Baramati Airport Plane Crash: પુણેના બારામતી એરપોર્ટ પર ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ: 8 મહિનામાં ત્રીજી વખત સર્જાયો અકસ્માત

મળતી વિગતો અનુસાર, આ દુર્ઘટના રવિવારે બપોરે લગભગ 12:35 વાગ્યાના સુમારે બારામતી એરપોર્ટના રનવેથી થોડા જ અંતરે બની હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 09 Aug 2026 02:21 PM (IST)Updated: Sun, 09 Aug 2026 02:23 PM (IST)
private-training-aircraft-crashes-at-baramati-airport-pune-trainee-pilot-safe
પુણે બારામતી એરપોર્ટ વિમાન દુર્ઘટના

Pune Baramati Airport Plane Crash: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રવિવારે બપોરે બારામતી એરપોર્ટ પર એક ખાનગી ફ્લાઈંગ એકેડેમીનું તાલીમ વિમાન લેન્ડિંગ કે ટેક-ઓફ દરમિયાન અચાનક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતને પગલે એરપોર્ટ પરિસરમાં થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, વિમાનમાં સવાર તાલીમાર્થી પાયલોટનો ચમત્કારિક બચાવ થયો છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેનાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

રનવે નજીક બપોરે 12:35 વાગ્યે બની ઘટના

મળતી વિગતો અનુસાર, આ દુર્ઘટના રવિવારે બપોરે લગભગ 12:35 વાગ્યાના સુમારે બારામતી એરપોર્ટના રનવેથી થોડા જ અંતરે બની હતી. રૂટીન ટ્રેનિંગ સેશન દરમિયાન ખાનગી કંપનીનું વિમાન અચાનકિય રીતે નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને નીચે પછડાતાં ક્રેશ થયું હતું. અકસ્માતને કારણે વિમાનના આગળના ભાગને નજીવું નુકસાન પહોંચ્યું છે. ઘટના બનતાની સાથે જ એરપોર્ટની ઈમરજન્સી અને રેસ્ક્યૂ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાયલોટને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો.

8 મહિનામાં બીજી મોટી વિમાન દુર્ઘટના

બારામતી એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે છેલ્લા આઠ મહિનાના ટૂંકા ગાળામાં અહીં વિમાન ક્રેશ થવાની આ બીજી મોટી ઘટના છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બારામતી એરપોર્ટ પર જ થયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું કરૂણ અને દુઃખદ અવસાન થયું હતું. તે ઘટના બાદ એરપોર્ટના ટ્રેક અને ફ્લાઈંગ સેફ્ટી પ્રોટોકોલ્સ પર અનેક સવાલો ઊઠ્યા હતા.

નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા તપાસના આદેશ

આજના ક્રેશ બાદ સિવિલ એવિએશન અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. વિમાનમાં કઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે પછી એન્જિન ફેલ્યોરના કારણે આ અકસ્માત થયો તે જાણવા માટે એક્સપર્ટ ટીમ દ્વારા ફ્લાઈટ ડેટા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તાલીમાર્થી પાયલોટને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી છે અને હાલ તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.