Mahua Moitra: 'કેશ ફોર ક્વેરી' વિવાદમાં સાંસદ મહુઆ મોઈત્રા વિરુદ્ધ એક્શનની તૈયારી, 7 નવેમ્બરે એથિક્સ કમિટીએ બોલાવી બેઠક

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Mon, 06 Nov 2023 10:03 AM (IST)Updated: Mon, 06 Nov 2023 10:03 AM (IST)
preparation-of-action-against-mp-mahua-moitra-in-cash-for-query-controversy-meeting-called-by-ethics-committee-on-november-7

Mahua Moitra: ટીએમસી સાંસમ મહુઆ મોઈત્રા કેશ ફોર ક્વેરી વિવાદમાં ગંભીર રીતે ફસાઈ છે. હવે તેમના વિરુદ્ધ એક્શન લેવાની તૈયારી ચાલી રહી છે. 7 નવેમ્બરે સંસદની આચાર સમિતિએ મહુઆ મોઈત્રાના વિવાદને લઈને વધુ એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહુઆ મોઈત્રાને લઈને કમિટી શું નિર્ણય લેશે, તેને અંતિમ સ્વરુપ આપવામાં આવશે.

આ પહેલા 2 નવેમ્બરે મહુઆ મોઈત્રા કમિટીની સામે હાજર થઈ હતી અને આરોપ લગાવ્યો હતો કે તેમને પર્સનલ અને અનૈતિક સવાલો પૂછવામાં આવ્યા હતા. આ આરોપો પછી હવે આચાર સમિતિ મહુઆ મોઈત્રાને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની તક નહીં આપે. 7 નવેમ્બરની બેઠકમાં જ મહુઆ મોઈત્રા પર લેવામાં આવેલ નિર્ણયનો ડ્રાફ્ટ રિપોર્ટ બનશે. મહુઆ પર બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સવાલ પૂછવા બદલ કેશ અને ગિફ્ટ લેવાનો આરોપ લગાવ્યો હતો.

લોકસભાની આચાર સમિતિમાં 15 સભ્યો છે અને આ સમિતિમાં ભાજપની બહુમતી છે. તેથી આચાર કમિટી મહુઆ મોઇત્રાના કેસ પર ગંભીર પગલાં લઈ શકે છે. અગાઉ સમિતિની બેઠકમાં મહુઆ મોઇત્રાએ અધ્યક્ષ સોનકર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.

નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રા પર લગાવ્યા ગંભીર આરોપ
ઝારખંડના બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે ટીએમસી સાંસદ મોઇત્રાએ સંસદમાં પ્રશ્નો પૂછવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને ભેટ લીધી હતી. મહુઆ મોઇત્રા પર સંસદના લોગિનનો પાસવર્ડ બીજા કોઈને આપીને દેશની સુરક્ષાને જોખમમાં મુકવાનો આરોપ લગાવતા, તેમણે લોકસભા અધ્યક્ષને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.