Political U Turn: ચૂંટણી હારતા જ ખેસારી લાલ યાદવને યાદ આવ્યા ભગવાન શ્રીરામ, મંદિરના નિર્માણને લઈને ઉઠાવ્યા હતા સવાલ

મંદિરના નિર્માણ પર પહેલા સવાલ ઉઠાવનાર ખેસારી હવે રામ ભક્ત બની ગયો છે. તેના વલણમાં ફેરફારને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે. કેટલાક તેને દંભ કહી રહ્યા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 26 Nov 2025 05:33 PM (IST)Updated: Wed, 26 Nov 2025 05:33 PM (IST)
political-u-turn-khesari-lal-yadav-remembered-lord-shri-ram-after-losing-the-election-raised-questions-about-the-construction-of-the-temple
HIGHLIGHTS
  • રામ મંદિર પર ખેસારી લાલનો યુ-ટર્ન
  • ચૂંટણીમાં હાર બાદ વલણ બદલાયું
  • સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

Political U Turn: બિહાર ચૂંટણી દરમિયાન રામ મંદિરના નિર્માણ પર સવાલ ઉઠાવનારા ભોજપુરી સિનેમાના ટ્રેન્ડિંગ સ્ટાર ખેસારી લાલ યાદવે પોતાની હાર બાદ ભગવાન રામ તરફ વળ્યા છે. વિવાહ પંચમીના શુભ અવસર પર તેણે અને તેના પરિવારે ઘરે ભગવાન શ્રી રામ, માતા જાનકી અને બજરંગબલીની સંપૂર્ણ વિધિઓ અને પૂજા કરી હતી.

ખેસારી લાલ યાદવે સોશિયલ મીડિયા પર ભગવાન રામની પૂજા કરતો એક વિડિયો શેર કર્યો છે. વિડિયો શેર કરતા ખેસારીએ લખ્યું છે કે- આજે વિવાહ પંચમીના શુભ પ્રસંગે મેં આખા પરિવાર સાથે ઘરે ભગવાન શ્રી રામ, માતા સીતા અને હનુમાનની પૂજા કરી. ભગવાન શ્રી રામ અને માતા જાનકીને મારી પ્રાર્થના છે કે તેમના આશીર્વાદથી દરેકના જીવનમાં શાંતિ રહે અને અયોધ્યા સહિત સમગ્ર ભારતમાં ધર્મનો ધ્વજ ઉંચો લહેરાતો રહે. જય જય શ્રી રામ !

આરજેડી ટિકિટ પર ચૂંટણી
છાપરાથી આરજેડી ટિકિટ પર ચૂંટણી લડનારા ખેસારી લાલે અયોધ્યામાં શ્રી રામ મંદિર અંગે અનેક રેલીઓમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. ત્યારબાદ તેનો વ્યાપક વિરોધ થયો હતો.

છાપરા બેઠક પરથી આરજેડી ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા ખેસારી લાલ યાદવે કહ્યું હતું કે- રામ મંદિરમાં અભ્યાસ કર્યા પછી શું હું અધિકારી બનીશ? રામ મંદિર શ્રદ્ધાનો વિષય છે. ખેસારી લાલ યાદવના નિવેદન પછી, અસંખ્ય સંતો અને ભાજપના નેતાઓએ તેના પર નિશાન સાધ્યું હતું. ચૂંટણી દરમ્યાન સતત વિરોધ પ્રદર્શનો છતાં, ખેસારી લાલ યાદવે પોતાનો પક્ષ જાળવી રાખ્યો. હવે, ચૂંટણી હાર્યા બાદ, તેણે ભગવાન શ્રી રામની પૂજા કરતો એક વિડિયો શેર કર્યો છે.

દરમિયાન ઘણા લોકો ખેસારી લાલ યાદવને તેમના નવા અવતાર માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી- હવે પસ્તાવો કરવાનો શું ફાયદો છે. મુઠ્ઠીભર મુસ્લિમ મતો મેળવવા માટે તમે અબજો લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. ભગવાન રામ અને અન્ય દેવી-દેવતાઓ તમને માફ કરી શકે છે, પરંતુ તમારા કાર્યો તમને ક્યારેય માફ નહીં કરે.

કેટલાક લોકોએ કટાક્ષમાં લખ્યું કે- ચૂંટણી પહેલા રામ મંદિર પણ સવાલ, હાર પછી જય શ્રી રામ!