VIDEO: 'દેશના વીર જવાનો સાથે જ ઉજવીશ તહેવાર', PM મોદીએ દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભેચ્છાઓ

દિવાળીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ માટે સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ પોસ્ટ કર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 07 Nov 2026 07:23 PM (IST)Updated: Sat, 07 Nov 2026 07:23 PM (IST)
pm-narendra-modi-diwali-wishes-video-message-celebrate-diwali-2026-with-soldiers

PM Modi Diwali Wishes: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીના પાવન પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તેમના જીવનમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની આશા વ્યક્ત કરી છે. દિવાળીની પૂર્વ સંધ્યા એટલે કે કાળી ચૌદસના અવસરે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિડિયો સંદેશ પોસ્ટ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંદેશમાં જણાવ્યું કે, પ્રકાશનો આ પવિત્ર તહેવાર દેશમાં ચારેય તરફ નવો ઉત્સાહ ભરી દે છે અને તે અંધકાર તથા અનિષ્ટ સામે ભારતના મજબૂત સંકલ્પને દર્શાવે છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ દેશના વીર જવાનો સાથે દિવાળી ઉજવવાની પોતાની વર્ષો જૂની પરંપરાને આ વર્ષે પણ પૂરી નિષ્ઠા સાથે જાળવી રાખશે.

ઉલ્લેખનીય છે કે, 5 દિવસ સુધી ચાલનારા આ દીપોત્સવ પર્વની શરૂઆત 6 નવેમ્બરના રોજ ધનતેરસ સાથે થઈ ચૂકી છે, ત્યારબાદ 7 નવેમ્બરના રોજ નાની દિવાળી ઉજવવામાં આવી રહી છે. તહેવારની શરૂઆતમાં ધનતેરસના શુભ પ્રસંગે વડાપ્રધાને ભગવાન ધનવંતરીને નમન કરીને તમામ નાગરિકોના સારા સ્વાસ્થ્ય અને ખુશાલીની કામના કરી હતી.

દિવાળીના ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન (C.P. Radhakrishnan) સાથે મુલાકાત કરી હતી, જ્યાં બંને નેતાઓએ એકબીજાને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાને ઉપરાષ્ટ્રપતિ સાથેની આ મુલાકાતની વિગતો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.