PM Modi, Operation Sindoor Anniversary: ભારતના સૌથી સાહસિક અને સફળ લશ્કરી અભિયાનોમાંના એક એવા 'ઓપરેશન સિંદૂર' ને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ ઐતિહાસિક અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર દળોના અપ્રતિમ શૌર્યને સલામ કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાનો પ્રોફાઇલ પિક્ચર (DP) બદલીને ઓપરેશન સિંદૂરની સ્મૃતિમાં એક વિશેષ છબી મૂકી દેશના રક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
આતંકવાદ સામે ભારતનો જડબાતોડ જવાબ
બરાબર 1 વર્ષ પહેલા, 7 મે 2025ના રોજ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. આ ઓપરેશન પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે, 'આખો દેશ આજે આપણા સશસ્ત્ર દળોની બહાદુરીને નમન કરે છે. ઓપરેશન સિંદૂર એ આતંકવાદ સામે ભારતની મજબૂત પ્રતિક્રિયા અને રાષ્ટ્રીય સુરક્ષા માટેની અમારી અટલ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.'
પીએમ મોદીનો સંદેશ
પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં વધુમાં ઉમેર્યું હતું કે, '1 વર્ષ પહેલા આપણા દળોએ જે હિંમત અને ચોકસાઈ બતાવી હતી, તેણે દુશ્મનોને યોગ્ય જવાબ આપ્યો છે. આજે પણ અમે આતંકવાદને પ્રોત્સાહન આપતી સમગ્ર ઈકોસિસ્ટમને જડમૂળથી ઉખેડી નાખવા માટે પહેલાની જેમ જ મક્કમ છીએ.' તેમણે સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત' ની સફળતા પર પણ ભાર મૂક્યો હતો, જેણે રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવી છે.
A year ago, our armed forces displayed unparalleled courage, precision and resolve during #OperationSindoor. They gave a fitting response to those who dared to attack innocent Indians at Pahalgam. The entire nation salutes our forces for their valour.
— Narendra Modi (@narendramodi) May 7, 2026
Operation Sindoor reflected…
'ભારત ભૂલતું નથી, માફ કરતું નથી'
આ અવસરે ભારતીય વાયુસેનાએ પણ એક ગૌરવશાળી વીડિયો શેર કર્યો છે, જેમાં પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી ચેતવણી અને ત્યારબાદ કરવામાં આવેલા હુમલાની ઝલક બતાવવામાં આવી છે. વાયુસેનાએ કેપ્શનમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, 'ભારત કંઈ ભૂલતું નથી અને ભારત ક્યારેય માફ કરતું નથી. ઓપરેશન સિંદૂર - ન્યાય મળ્યો.' આ વિડિયોમાં આતંકવાદી કેમ્પના વિનાશના દ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યા છે.
Operation Sindoor
— Indian Air Force (@IAF_MCC) May 6, 2026
Justice served.
Precise in action, eternal in memory—Operation Sindoor continues.
India forgets nothing-India forgives nothing.#operation #Sindoor #operationsindoor #IAF @PMOIndia@rajnathsingh@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi… pic.twitter.com/GWvnY9Udjl
