શિક્ષણથી લઈને સરકારી સેવાઓ સુધી, મોબાઇલ-ઇન્ટરનેટે દૂર કરી અનેક અડચણો: PM મોદી

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026ના ઉદ્ઘાટન પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાની સફળતા, મોબાઇલ-ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ગરીબ બાળકો સુધી પહોંચેલા ડિજિટલ શિક્ષણ વિશે વાત કરી. સાથે જ તેમણે નાના પાટેકરને શ્રદ્ધાંજલિ પણ અર્પી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 08 Oct 2026 12:52 PM (IST)Updated: Thu, 08 Oct 2026 12:52 PM (IST)
pm-modi-says-mobile-internet-helped-digital-learning-reach-poor-children-at-india-mobile-congress-2026

India Mobile Congress 2026: દેશમાં ડિજિટલ ક્રાંતિને નવી દિશા આપનારા ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના 10મા સંસ્કરણના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે જણાવ્યું કે મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીએ શિક્ષણ, આરોગ્ય અને સરકારી સેવાઓને સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ખાસ કરીને ગરીબ પરિવારોના બાળકો સુધી ડિજિટલ લર્નિંગ પહોંચાડવામાં ટેક્નોલોજી એક મજબૂત સાધન બની છે.

ડિજિટલ ઇન્ડિયાના કેન્દ્રમાં રહ્યો મોબાઇલ ફોન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક દાયકાં પહેલાં ભારતમાં ડિજિટલ અંતર (Digital Divide) એક મોટી સમસ્યા હતી. આધુનિક ટેક્નોલોજીનો લાભ માત્ર મર્યાદિત લોકો સુધી જ પહોંચતો હતો. આવી સ્થિતિને બદલવા માટે ડિજિટલ ઇન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું અને તેના કેન્દ્રમાં મોબાઇલ ફોનને સ્થાન આપવામાં આવ્યું.

તેમણે જણાવ્યું કે ટેલિકોમ ક્ષેત્રમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવામાં આવ્યું અને મોબાઇલ તથા ડેટાની ઉપલબ્ધતા વધુ સરળ અને સસ્તી બનાવવામાં આવી. જેના કારણે આજે કરોડો ભારતીયો ડિજિટલ સેવાઓનો લાભ લઈ રહ્યા છે.

શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં આવ્યો મોટો ફેરફાર

PM મોદીના જણાવ્યા મુજબ મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીએ શિક્ષણ, આરોગ્ય અને સરકારી સેવાઓને સતત ચાલુ રાખવામાં મદદ કરી છે. ખાસ કરીને ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોના બાળકો સુધી ડિજિટલ શિક્ષણ પહોંચાડવામાં મોબાઇલ ફોન મહત્વપૂર્ણ સાબિત થયો છે. આજના સમયમાં ઓનલાઈન લર્નિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ્સે વિદ્યાર્થીઓ માટે નવી તકો ઊભી કરી છે.

ભારતમાં જ બની રહ્યા છે મોબાઇલ અને ટેલિકોમ ઉપકરણો

વડાપ્રધાને જણાવ્યું કે છેલ્લા 10થી 12 વર્ષમાં મોબાઇલ ફોન માત્ર સંચારનું સાધન નથી રહ્યો, પરંતુ સારા શાસનનો પણ મહત્વપૂર્ણ ભાગ બન્યો છે. સરકારનું ધ્યાન એ બાબત પર રહ્યું છે કે મોબાઇલ ફોન અને અન્ય ટેલિકોમ હાર્ડવેરનું ઉત્પાદન ભારતમાં જ થાય. તેના પરિણામે દેશમાં મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળ્યું છે.

ગેમિંગ સેક્ટરમાં 50 કરોડથી વધુ લોકો જોડાયેલા

PM મોદીએ ગેમિંગ ઉદ્યોગના વધતા પ્રભાવનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હાલમાં ભારતમાં 50 કરોડથી વધુ લોકો કોઈને કોઈ રીતે ગેમિંગ સેક્ટર સાથે જોડાયેલા છે. તેમાં મોટી સંખ્યામાં યુવાનો સામેલ છે અને ટિયર-2 તથા ટિયર-3 શહેરોના યુવાનો પણ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યા છે.

નાના પાટેકરને અર્પી શ્રદ્ધાંજલિ

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ દિગ્ગજ અભિનેતા નાના પાટેકરને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે નાના પાટેકર એક અસાધારણ કલાકાર હતા, જેમણે પોતાના વિવિધ પાત્રો દ્વારા દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું. સમાજની બુરાઈઓ સામે અવાજ ઉઠાવતાં તેમના પાત્રો હંમેશા લોકો માટે પ્રેરણારૂપ રહ્યા છે.