PM Modi At Bhajan Clubbing:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનસંઘના સંસ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતી નિમિત્તે નવી દિલ્હી સ્થિત દીનદયાલ ઉપાધ્યાય પાર્કમાં યોજાયેલ ભજન ક્લબિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ વિશેષ આયોજનમાં પરંપરાગત ભક્તિ સંગીતને આધુનિક અંદાજમાં રજૂ કરવામાં આવ્યો, જેથી કાર્યક્રમ સ્થળો માહોલ સંપૂર્ણપણે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાથી ભરાઈ ગયો.
સમારંભ દરમિયાન પ્રધાનમંત્રી મોદી મંચ પર રજૂ કરવામાં આવી રહેલા ભજનોમાં તલ્લીન જોવા મળ્યાં. તેમણે તાલીઓથી કલાકારોનો ઉત્સાહ વધાર્યો અને ખંજરી વગાડી ભક્તિ સંગીતનો આનંદ લીધો. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો ફુટેજમાં વડાપ્રધાનને ભક્તિભાવમાં લીન થયેલા જોવા મળ્યા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભજન ક્લબિંગનો આ પ્રયોગ યુવાનોને ભારતીય ભક્તિ પરંપરા અને સાંસ્કૃતિક વિરાસતથી આધુનિક સ્વરૂપમાં જોડવાની દિશામાં એક મહત્વની પહેલ તરીકે જોવામાં આવે છે. આ આયોજનને દર્શાવ્યું છે કે કેવી રીતે પરંપરા અને આધુનિકતાના સંગમ નવી પેઢીમાં સાંસ્કૃતિક ચેતનાને લઈ સંચાર કરી શકે છે.
