પીએમ મોદીના ઇન્સ્ટાગ્રામ પર 12 કલાકમાં 1 મિલિયન ફોલોઅર્સ વધ્યા, વિડિયો પર 24 કલાકમાં 280 મિલિયન વ્યૂઝ મળ્યા

પેપર લીક મુદ્દે દેશના યુવાનોને સંબોધતો પીએમ મોદીનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ. માત્ર 24 કલાકમાં 280 મિલિયનથી વધુ વ્યુઝ અને 12 કલાકમાં 1 મિલિયન નવા ફોલોઅર્સનો રેકોર્ડ ઉછાળો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 24 Jul 2026 10:32 PM (IST)Updated: Fri, 24 Jul 2026 10:32 PM (IST)
pm-modi-gained-1-million-followers-on-instagram-in-12-hours-and-garnered-280-million-views-on-his-videos-in-24-hours

PM Modi Followers: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતો એક ખાસ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેણે ડિજિટલ પ્લેટફોર્મ પર વ્યુઝના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. પેપર લીક જેવા સંવેદનશીલ વિષય પર બનેલા આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યાના 24 કલાકથી પણ ઓછા સમયમાં અંદાજે 28 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ વિડિયોની લોકપ્રિયતા અને યુવાનો સાથેના કનેક્ટને કારણે પીએમ મોદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોલોઅર્સનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. અહેવાલો મુજબ, માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં જ તેમના એકાઉન્ટમાં 10 લાખ નવા ફોલોઅર્સ ઉમેરાયા છે. વિડિયો પોસ્ટ કરતા પહેલા તેમના ઇન્સ્ટાગ્રામ પર 101 મિલિયન ફોલોઅર્સ હતા, જે વધીને 102 મિલિયન થઈ ગયા છે.

naidunia_image

કેબિનેટ મંત્રીઓને આપી મહત્વની સલાહ

કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ પોતાના કેબિનેટ સાથીઓને પણ આગ્રહ કર્યો છે કે તેઓ દેશના યુવાનો સાથે સીધા સંવાદ માટે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ઈન્ટરેક્ટિવ સેશન્સનો ઉપયોગ કરે. તેમણે ઉમેર્યું હતું કે- આજના યુવાનો ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે અને દેશના આ મહત્વપૂર્ણ વર્ગ સુધી પહોંચવું અને તેમની સાથે સતત જોડાણ જાળવી રાખવું આપણા સૌ માટે અત્યંત જરૂરી છે.

પેપર લીક સામે કડક કાયદો અને ફાસ્ટ-ટ્રેક કોર્ટનું આશ્વાસન

પોતાના વિડિયો મેસેજમાં પ્રધાનમંત્રી મોદીએ દેશના લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આશ્વાસન આપતા કહ્યું હતું કે- પેપર લીકની ઘટનાઓ સામાન્ય બાબત નથી. તેનાથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ભારે માનસિક દુઃખ થાય છે. છેલ્લા અઢી મહિનામાં તંત્ર દ્વારા આ દિશામાં કડક પગલાં લેવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પેપર લીકના કેસોના ઝડપી નિકાલ અને દોષિતોને આકરી સજા અપાવવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવાની કામગીરી અંગે સંબંધિત વિભાગોને નિર્દેશ આપી દેવાયા છે. આ અંગે કાયદાને આખરી ઓપ આપીને સંસદના ચાલુ સત્રમાં બિલ રજૂ કરી તેને વહેલામાં વહેલી તકે પસાર કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.