પોતે નશાની જાળમાં હતા, મિત્રના મોતે બદલી જિંદગી: જાણો પંજાબના યુવાનોના હીરો 'ઝોટા'ની કહાની!

પંજાબમાં નશાખોરી વિરુદ્ધ જંગ છેડનાર પરવિંદરસિંહ 'ઝોટા'ની ગોળી મારીને હત્યા કરાઈ છે. પોતે નેશનલ બોક્સર રહેલા ઝોટાએ મિત્રના મોત બાદ નશાબંધી માટે અનોખો સંકલ્પ લીધો હતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 15 Oct 2026 03:03 PM (IST)Updated: Thu, 15 Oct 2026 03:03 PM (IST)
parvinder-singh-jhota-punjab-anti-drug-activist-murder-story

Parvinder Singh Jhota Murder: પંજાબમાં નશાખોરી વિરુદ્ધ અવાજ ઉઠાવનારા પરવિંદરસિંહ 'ઝોટા'ની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પરંતુ તેમના જીવનનો એક સમય એવો પણ હતો કે, તેઓ પોતે પણ નશાની જાળમાં ખરાબ રીતે ફસાયેલા હતા. પરંતુ નશાને લીધે તેમના એક મિત્રના મોતે તેમને અંદરથી હચમચાવી નાખ્યા હતા. જેઓ નશા વિરુદ્ધ જંગ છેડીને યુવાનોના રોલમોડલ બન્યા હતા.

મિત્રના મોત પછી તેઓએ માત્ર નશાને છોડવાનો જ નિર્ણય ન લીધો, પરંતુ નશાખોરી વિરુદ્ધ જંગનું એલાન પણ કરી દીધું. નશા વિરુદ્ધ અભિયાનના ભાગરુપે, તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાની વાત લોકો સમક્ષ રાખતા અને નશાકારક પદાર્થોની ગંભીર ગતિવિધિઓ સામે સ્ટિંગ ઓપરેશન પણ કર્યા હતા.

બોક્સિંગના નેશનલ ખેલાડી હતા

નશાાના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા લોકોનો સામનો કરવો. પંજાબના યુવાધનને નશાની લતથી દૂર રહેવા માટે પ્રેરિત કરવા તે તેમની પ્રવૃતિઓનો મુખ્ય ભાગ બની ગયો હતો. પરવિંદરસિંહ ઝોટા ઘણા વિવાદો અને કાયદાકીય કાર્યવાહીના લીધે અવારનવાર ચર્ચાઓમાં રહેતા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે, 'ઝોટા' એક સમયે બોક્સિંગમાં નેશનલ લેવલના બોક્સર રહી ચૂક્યા હતા.

તમને જણાવી દઈએ કે, પરવિંદરસિંહ 'ઝોટા'ને તેમની જબરદસ્ત શારીરિક તાકાતને લીધે 'ઝોટા' તરીકે ઓળખવા લાગ્યા હતા. પાછળથી આ તેમની ઓળખાણ બન્યું હતું. પરવિંદરસિંહ 'ઝોટા' સામે નવ ફોજદારી કેસો નોંધાયેલા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, કેટલાક કેસો હજુ પણ પેન્ડિંગ હતા. જ્યારે અન્ય કેસોમાં તેમને રાહત મળી હતી. ઉપલબ્ધ રેકોર્ડ મુજબ, 'ઝોટા' પર ફાયરિંગ કરનારા કેમિસ્ટ અશ્વિનીકુમાર વિરુદ્ધ જુદા જુદા વર્ષોમાં ચાર FIR નોંધાયેલી છે.

માંને કહ્યું કે, જમવાનું બનાવીને રાખજો. આવીને જમીશ!

પરવિંદરસિંહ 'ઝોટા'ની માં અમરજીત કૌરને ઘરથી નીકળતી વખતે પુત્રે કહેલા શબ્દો વારંવાર યાદ આવે છે, ઝોટા કહેતા હતા કે, કેટલાક લોકો તેણે મારી નાખશે. તેમ છતાં તેઓએ નશાખોરી વિરુદ્ધ પોતાનો અવાજ બંધ કર્યો નહીં. માતાએ જણાવ્યું કે, ઘરેથી નીકળતી સમયે તેણે તમના ચરણ સ્પર્શ કર્યા અને પછી કહ્યું કે, જમવાનું તૈયાર રાખજો. હું આવીને જમીશ.