'હું મારા દીકરાનો બદલો લઈને જ રહીશ', પરવિંદર ઝોટાની માતાનો આક્રંદ; હત્યા પહેલાની એક ચોંકાવનારી વાત કહી

પંજાબમાં એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિંદર સિંહ ઝોટાની મંગળવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 15 Oct 2026 11:46 AM (IST)Updated: Thu, 15 Oct 2026 11:46 AM (IST)
parvinder-singh-jhota-murder-mother-revenge-statement-facebook-live-shooting-punjab

Parvinder Singh Jhota Murder: પંજાબના માનસા જિલ્લામાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવતા એક્ટિવિસ્ટ પરવિંદર સિંહ ઝોટાની મંગળવારે સવારે ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી તેમના માતા રડી રડીને બેહાલ થઈ ગયા છે, અને ભારે આક્રોશમાં પણ છે. તેમણે આક્રંદ કરતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના દીકરાની હત્યાનો બદલો લઈને જ રહેશે.

બીજી તરફ, આ હત્યા અંગે કાર્યવાહી કરતા પોલીસે બુધવારે મુખ્ય આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે. આ અગાઉ પરવિંદર ઝોટાના પિતા અને પૂર્વ ફૌજી ભીમ સિંહે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જ્યાં સુધી તેમના પુત્રના હત્યારાની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ પોતાના પુત્રના અંતિમ સંસ્કાર કરશે નહીં.

નશા વિરોધી એક્ટિવિસ્ટ પરવિંદર સિંહ ઝોટાની દુઃખી માતાએ માનસામાં વિરોધ પ્રદર્શન દરમિયાન જણાવ્યું કે, ઘરની બહાર નીકળતા પહેલા પરવિંદરે તેમના પગ સ્પર્શ કરતા કહ્યું હતું કે, "મારું ખાવાનું તૈયાર રાખજે, હું પાછો આવીને ખાઈશ." માતાએ તેને બહાર જવાની મનાઈ કરી હોવા છતાં પરવિંદર ઘરેથી નીકળ્યા હતા. તેઓ ઘરે તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જ તેમને પુત્રના મોતની ભયાનક ખબર મળી હતી.

માતાએ ગંભીર આરોપ લગાવ્યો કે, પરવિંદરે અગાઉથી જ પોતાના જીવ પર જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમનો પુત્ર હંમેશા નશાખોરો સામે લડતો હતો અને પંજાબના યુવાનો, બાળકો તથા યુવતીઓને નશાની લતમાંથી બહાર કાઢી તેમનું ભવિષ્ય બચાવવા માંગતોહતો. નશાના સોદાગરો પરવિંદરથઈ ડરતા હતા અને તે જ ડરના કારણે તેમની હત્યા કરી દેવામાં આવી છે.

ફેસબુક લાઈવ દરમિયાન કેમેરા સામે ઘટી ઘટના

આ સમગ્ર ઘટના મંગળવારે સવારે નવ વાગ્યે ઘટી હતી. 45 વર્ષીય પરવિન્દ્ર ઝોટાને એક મેડિકલ સ્ટોર પરથી પ્રતિબંધિત નશાની ગોળીઓ વેચવામાં આવતી હોવાની ચોક્કસ સૂચના મળી હતી. આથીતેઓ ફેસબુક પર લાઈવ થઈને તે મેડિકલ સ્ટોર પર પહોંચ્યા હતા. તેમની સાથે તે વૃદ્ધ વ્યક્તિ પણ હતી જેણે તે સ્ટોર પરથી નશાની ગોળીઓ ખરીદી હતી.

મેડિકલ સ્ટોર પર પહોંચીને ઝોટા કેમિસ્ટ અશ્વિનીને પૂછે છે કે, "શું તેં આ બાબાને નશો વેચ્યો છે?" આ બાબતે દુકાનદાર અને ઝોટા વચ્ચે તીખી બહેસ થઈ હતી. પરવિંદર ઝોટા કેમિસ્ટને CCTV ફૂટેજ બતાવવા અને DSP ને ફોન કરવા માટે કહે છે. તે જ સમયે કેમિસ્ટ પોતાની પિસ્તોલ બહાર કાઢી લે છે. પિસ્તોલ જોઈને ઝોટા કેમિસ્ટને કહે છે કે "ચલાવ ગોળી". તે જ સમયે કેમેરા સામે જ તેમને ગોળી મારી દેવામાં આવે છે.