Online Gaming Bill: એમએસ ધોનીથી લઈને આમિર ખાન સુધી… ઓનલાઈન ગેમિંગ બિલને પગલે જાહેરાતોની કમાણીને થશે અસર

રણબીર કપૂર અને આમિર ખાન ડ્રીમ11 સાથે સંકળાયેલા છે, જ્યારે એમએસ ધોની વિન્ઝો અને ઋતિક રોશન રમી સર્કલનો પ્રચાર કરે છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 21 Aug 2025 03:26 PM (IST)Updated: Thu, 21 Aug 2025 03:26 PM (IST)
online-gaming-bill-2025-ms-dhoni-to-ranbir-kapoor-celebs-may-face-action-over-gaming-ads

Online Gaming Bill 2025: લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયા બાદ રિયલ મની ગેમ્સ સાથે સંકળાયેલી કંપનીઓને મોટો ફટકો પડ્યો છે. ગેમિંગ ઈન્ડસ્ટ્રી દર વર્ષે જાહેરાત અને માર્કેટિંગ પાછળ આશરે 2 અબજ ડોલર (17 હજાર કરોડ રૂપિયાથી વધુ) ખર્ચે છે. એક રિપોર્ટ અનુસાર ડિજિટલ પ્લેટફોર્મ પર પર્ફોર્મન્સ માર્કેટિંગ પર વાર્ષિક આશરે 700 મિલિયન ડોલર (લગભગ 6094.63 કરોડ) ખર્ચ થાય છે.

ડ્રીમ11ની BCCI સાથેની ડીલ પર સવાલ

ફક્ત કંપનીઓ જ નહીં, પરંતુ બોલિવૂડ કલાકારો અને ક્રિકેટરો સાથેની એન્ડોર્સમેન્ટ ડીલ્સ પણ જોખમમાં છે. આ નિર્ણયના કારણે ડ્રીમ11નો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથેનો ત્રણ વર્ષનો સ્પોન્સરશિપ સોદો પણ સવાલોના ઘેરામાં આવી ગયો છે. ટેલેન્ટ મેનેજમેન્ટ ટીમોએ તેમના પ્રતિનિધિઓને જાહેરાતો હાલ પૂરતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે.

ફિલ્મી સિતારા અને ખેલાડીઓને ફટકો

રણબીર કપૂર અને આમિર ખાન ડ્રીમ11 સાથે સંકળાયેલા છે, જ્યારે એમએસ ધોની વિન્ઝો અને ઋતિક રોશન રમી સર્કલનો પ્રચાર કરે છે. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ગેમ્સ24x7 ના My11Circleનો પ્રચાર કરે છે. જો સંપૂર્ણ પ્રતિબંધ લાગુ પડે છે તો આ મોટી હસ્તીઓને પણ મોટો ફટકો લાગી શકે છે.

એન્ડોર્સમેન્ટ ફી ઘણી વધારે હોવાથી જ્યાં સુધી એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે કે નહીં તે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી કોઈ પણ કોન્ટ્રાક્ટમાંથી બહાર નીકળવા માંગશે નહિ. રિયલ-મની ગેમિંગ કંપનીઓ દ્વારા મોટાભાગનો જાહેરાત ખર્ચ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જેવા ક્રિકેટ ટૂર્નામેન્ટ અથવા ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ જેવી ICC સ્પર્ધાઓ દરમિયાન થાય છે.