Indian Air Force:ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પશ્ચિમ મોરચે કરવામાં આવેલ સટીક અને ભારે હુમલાએ એ બાબત સાબિત કરી દીધી છે કે કોઈ પણ લક્ષ્યાંક વાયુસેનાની પહોંચથી બહાર નથી.
ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે તેમણે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીને વાયુસેનાની ક્ષમતા કેન્દ્રીત વ્યૂહરચનાની મોટી સફળતા ગણાવી છે. વાયુસેનાના વડાએ રેખાંકિત કરી કે પશ્ચિમી સીમા પર સંચાલિત આ સૈન્ય અભિયાન આશરે 1200 કિમીના વિસ્તાર અને 200 કિમીની ઊંડાઈ સુધી ફેલાયેલ હતું, જેથી ભારતીય સેનાએ દુશ્મનોના અડ્ડા પર સટીક અને મારક પ્રહાર કર્યો.
તેમણે કહ્યું કે આ ઓપરેશને દેશની પ્રાથમિક જવાબી રક્ષક અને એક મજબૂત વ્યૂહાત્મક નિવારક સ્વરૂપમાં વાયુ શક્તિની નિર્ણાયક ભૂમિકાને ફરી એક વખત સમગ્ર વિશ્વ સમક્ષ સાબિત કરી દીધી છે.
ઓપરેશન સિંદૂરથી શું મળ્યો વ્યૂહાત્મક બોધપાઠ
ચાર દિવસ સુધી ચાલનાર આ અભિયાનની આગેવાની હેઠળ એર ચીફ માર્શલે સાવચેત કર્યાં કે આ સફળતા બાદ સેનાને લાપરવાહ થવું જોઈએ નહીં પણ પોતાની ક્ષમતાને સતત મજબૂત કરતાં રહેવું જોઈએ.
પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ગયા વર્ષે મે મહિનામાં ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું, જે હેઠળ પાકિસ્તાન અને તેના અંકુશ હેઠળના વિસ્તારોમાં આતંકવાદી અડ્ડા પર સટીક હુમલા કરવામાં આવ્યા હતા. વર્ષ 1971 ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ બાદ સીમા પાર ભારતની સૌથી સાહસિક સૈન્ય કાર્યવાહી હતી.
આ અભિયાનમાં ભારતે 9 મુખ્ય આતંકવાદી અડ્ડાને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાન દ્વારા આતંકવાદી સંગઠનોને આશ્રરો આપનાર સૈન્ય અડ્ડા પર ભારતીય વાયુસેનાએ પ્રહાર કર્યાં હતા, જેમાં રાવલપિંડી જેવા સૈન્ય કાર્યાલય નજીકના વિસ્તારનો પણ સમાવેશ થતો હતો.
