Nimisha Priya Case: યમનમાં કેરળની નર્સ નિમિષાને ફાંસીને હવે માત્ર બે દિવસ બાકી છે. 16 જુલાઈએ તેને ફાંસી આપવામાં આવે તેવી શક્યતા છે. નિમિષા પ્રિયા પર 2017માં તેના યમનના બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટ આજે નિમિષા પ્રિયા કેસમાં અરજી પર સુનાવણી કરશે. અરજીમાં નિમિષાની ફાંસી ટાળવા માટે રાજનીતિક માધ્યમોનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
શું નિમિષા પ્રિયા ફાંસીથી બચી જશે?
આ પણ વાંચો
અરજીમાં દલીલ કરવામાં આવી છે કે યમનમાં શરિયા કાયદા હેઠળ 'બ્લડ મની'ની જોગવાઈ સ્વીકાર્ય છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટ વિચાર કરશે કે નિમિષાને ફાંસીથી બચાવવા માટે યમનમાં પીડિત પરિવારને 'બ્લડ મની' આપવાનો વિકલ્પ શું છે. નિમિષા કેસમાં એડવોકેટ સુભાષ ચંદ્ર કેઆરએ આ અરજી દાખલ કરી છે. જેમાં દલીલ કરવામાં આવી છે કે બ્લડ મની ચૂકવીને પીડિત પરિવાર કેરળની આ નર્સને માફ કરી દેશે તો નિમિષા ફાંસીથી બચી શકે છે.
'બ્લડ મની' માટે પણ તૈયાર નથી મૃતકનો પરિવાર
નિમિષા પ્રિયાના પરિવારે બ્લડ મની તરીકે 8.6 કરોડ રૂપિયાની ઓફર કરી છે. પરિવારને આશા છે કે તલાલ અબ્દોનો પરિવાર આ રકમ સ્વીકારશે અને નિમિષા ફાંસીથી બચી જશે. જો કે એવું સામે આવ્યું છે મૃતક તલાલ અબ્દો મહેદીનો પરિવાર હત્યાના ગુનાને માફ કરવાના બદલામાં પૈસા (બ્લડ મની) લેવા પણ તૈયાર નથી. નિમિષા પ્રિયા માટે તમામ કાનૂની પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેના પરના આરોપો એટલા ગંભીર હતા કે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા.
