CJP Protest 10 October: નવી દિલ્હીમાં 10 ઓક્ટોબરના રોજ CJP દ્વારા જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું છે. જોકે, પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન માટેની પરવાનગી નકારવામાં આવી છે, અને કલમ 163 લાગુ કરી દેવાઈ છે. વધુમાં, પોલીસે 57 મેટ્રો સ્ટેશન બંધ કરવાની પણ તૈયારી કરી લીધી છે.
દિલ્હી પોલીસે 10 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે CJP દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કડક બંદોબસ્ત કર્યા છે. નવી દિલ્હી વિસ્તારમાં કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા આ પ્રદર્શનની પરવાનગી આપવામાં આવી નથી, અને સુરક્ષાની ભારે તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ નિર્ણય હેઠળ CJP સંગઠન અને આમ આદમી પાર્ટી (AAP)ના એક પણ નેતા કે સમર્થકને પ્રદર્શન કરવાની મંજૂરી નથી.
7 ઓક્ટોબરે મળ્યો હતો પત્ર, પોલીસે મંજૂરી ન આપી
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરે CJP નેતા સૌરભ દાસ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તેમણે 10 ઓક્ટોબરે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાનો ઉલ્લેખ કર્યો હતો. JCP નૂપુર પ્રસાદના જણાવ્યા મુજબ, નવી દિલ્હીમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ કલમ 163 નું પાલન નહીં કરે તો તેની સામે કાનૂની કાર્યવાહી થશે.
પોલીસનું કહેવું છે કે, આવા પ્રદર્શન માટે પત્ર આશરે 10 દિવસ પહેલા આપવો જોઈતો હતો. આ ઉપરાંત ભૂતકાળમાં પણ પ્રદર્શન દરમિયાન નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને તેમણે લેખિતમાં આપ્યું હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું. આ કારણોસર પોલીસ દ્વારા પ્રદર્શન માટેની પરવાનગી નકારવામાં આવી છે.
ગુરુવાર રાતથી જ નેતાઓ અને સમર્થકોની અટકાયત
દિલ્હી પોલીસે ગુરુવાર રાતથી જ સમગ્ર દિલ્હીમાં નેતાઓ અને તેમના સક્રિય સમર્થકોને હિરાસતમાં લેવાનું શરૂ કરી દીધું છે. યમુનાપારના ત્રણ જિલ્લા, સાઉથ અને સાઉથ ઈસ્ટ ઉપરાંત આઉટર નોર્થ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોની સાવચેતી રૂપે પગલા લઈ અટકાયત કરવામાં આવી છે.
સૌરભ દાસ અને સૌરભ ભારદ્વાજે X પર પોસ્ટ કરીને પોતાના સમર્થકોની અટકાયત થવાનો દાવો કર્યો હતો, જેને દિલ્હી પોલીસે પણ સાચો ગણાવ્યો છે. પોલીસ મુસ્લિમ બહુલ વિસ્તારો અને વાલ્મીકિ વસાહતો પર ખાસ નજર રાખી રહી છે. જ્યાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સક્રિય નેતાઓ રહે છે અને ત્યાંથી લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ ઉપરાંત, તમામ પોલીસ સ્ટેશનોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતપોતાના વિસ્તારમાં આવેલ મંદિર, મસ્જિદ વગેરે સ્થળોએ જઈને લોકોને મળે અને તેમને જંતર-મંતર પર ન આવવા તથા કોઈ પણ બિનકાયદાકીય પ્રવૃત્તિમાં સામેલ ન થવા માટે સમજાવે.
રાત્રે 9 વાગ્યાથી દિલ્હી-NCR ના 57 મેટ્રો સ્ટેશન બંધ
જંતર-મંતર પર પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCR ખાતે 57 મેટ્રો સ્ટેશનનું સંચાલન બંધ કરી દેવામાં આવશે. દિલ્હી પોલીસના ટ્રાન્સપોર્ટ રેન્જના સંયુક્ત કમિશનર રજનીશ ગુપ્તાએ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખીને સુરક્ષાના કારણોસર આ સ્ટેશન બંધ કરવાનો વિનંતી પત્ર મોકલ્યો છે. જેમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી શનિવારે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ મેટ્રો સ્ટેશન બંધ રાખવા જણાવ્યું છે.
શનિવારે જંતર-મંતર અને નવી દિલ્હી ક્ષેત્રના સંવેદનશીલ વિસ્તારોમાં CJP દ્વારા પ્રદર્શનનુંઆહવાન કરવામાં આવ્યું છે. આ સિવાય કોંગ્રેસની આગેવાની હેઠળ INDIA ગઠબંધન દ્વારા પણ સતત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને પગલે શનિવારે ભારે ટ્રાફિક જામ સર્જાવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ગયા જુલાઈ મહિનામાં CJP પ્રદર્શન દરમિયાન નવી દિલ્હી જિલ્લો બુરી રીતે પ્રભાવિત થયો હતો અને પોલીસના બંદોબસ્ત છતાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ પહોંચી ગયા હતા. તે સમયે પણ કેટલાક મેટ્રો સ્ટેશનો બંધ કરવા પડ્યા હતા. તેથી આ વખતે પોલીસે અગાઉથી જ સાવચેતીરૂપ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે.
બંધ રહેનારા 57 મેટ્રો સ્ટેશનની સંપૂર્ણ યાદી
જનપથ
પટેલ ચોક
સેન્ટ્રલ સેક્રેટરીએટ
લોક કલ્યાણ માર્ગ
રાજીવ ચોક
નવી દિલ્હી
સેવા તીર્થ (ઉદ્યોગ ભવન)
મંડી હાઉસ
બારાખંભા રોડ
આઈ.ટી.ઓ. (ITO)
દિલ્હી ગેટ
ખાન માર્કેટ
આર.કે. આશ્રમમાર્ગ
ઝંડેવાલાન
સુપ્રીમ કોર્ટ
ઈન્દ્રપ્રસ્થ
શિવાજી સ્ટેડિયમ
આઈ.એન.એ. (INA - બંને મેટ્રો લાઈન)
હૌજ ખાસ
જોર બાગ
અર્જનગઢ
સરાય કાલે ખાં-નિઝામુદ્દીન
લાજપત નગર
જંગપુરા
આશ્રમ
કાલિંદી કુંજ
જસોલા
જામિયા મિલિયા ઈસ્લામિયા
ઓખલા વિહાર
ચાવાડી બજાર
જામા મસ્જિદ
કરોલ બાગ
રાજેન્દ્ર પ્લેસ
વિશ્વવિધ્યાલય
વિધાનસભા
સિવિલ લાઈન્સ
કાશ્મીરી ગેટ
ઈન્દરલોક
જી.ટી.બી. નગર
કન્હૈયા નગર
નેતાજી સુભાષ પ્લેસ
આઝાદપુર
આદર્શ નગર
જહાંગીરપુરી
હૈદરપુર બાદલી મોડ
મજલિસ પાર્ક
શાલીમાર બાગ
સીલમપુર
મૌજપુર
જાફરાબાદ
વેલકમ
યમુના વિહાર
ખજૂરી ખાસ
શાહદરા
રિઠાળા
રોહિણી ઈસ્ટ
રોહિણી વેસ્ટ
