PEW Report:વિશ્વમાં 2035 સુધીમાં મુસ્લીમોની સંખ્યા થઈ જશે સૌથી વધુ, ઈસ્લામ બનશે સૌથી મોટો ધર્મ

PEW Report: પ્યૂ રિસર્ચની રિપોર્ટના આધારે 2035 સુધીમાં ઈસ્લામ વિશ્વનૌ સૌથી મોટો ધર્મ બની જશે. જાણો મુસ્લીમ અને ખ્રીસ્તી વસ્તીના આંકડા, 2070 સુધીનું અનુમાન અને ભારત સહિત વિશ્વમાં બદલાતી ધર્મોની સંખ્યા

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 19 Nov 2026 08:18 AM (IST)Updated: Thu, 19 Nov 2026 08:18 AM (IST)
muslims-to-become-the-world-largest-religious-group-by-2035-research-pew-report-claims

PEW Report: પ્યૂ રિપોર્ટ(PEW Report) માં એક મહત્વનો ખુલાસો થયો છે. જે અતર્ગત 2035 સુધીમાં વિશ્વમાં ઈસ્લામ ધર્મ સૌથી મોટો બની જશે અને ખ્રીસ્તી ધર્મને પાછળ છોડી દેશે. રિસર્ચ રિપોટમાં દાવો કરવામાં આવ્યો છે કે બન્ને ધર્મ આગળ વધી રહ્યા છે પરંતુ ઈસ્લામ વધુ ઝડપથી આગળ વધી રહ્યો છે. પ્યૂના વરીષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, મુસ્લીમોમાં બાળકોની સંખ્યા અન્ય ધર્મના જુથો કરતા વધુ હોય છે. તેમણે એમ પણ કહ્યું છે ધર્માતરણ અને ધાર્મિક ઓળખ બદલવાની બીજી રીતો કરતા પ્રજનન દરની સરખામણીએ ઓછા જવાબદાર છે.

વિશ્વમાં સૌથી વધુ હશે મુસ્લીમોની

પ્યૂના રિપોર્ટ મુજબ 2020 વિશ્વભરમાં 2.27 અરબ ખ્રીસ્તી અને 2.02 અરબ મુસ્લીમોની વસ્તી હતી. હવે તાજેતરના અંદાજ મુજબ 2035 સુધીમાં મુસલમાનોની સંખ્યા 2.57 અરબ અને ખ્રીસ્તીઓની સંખ્યા 2.52 અરબ થઈ જશે. જો આજ સ્થિતિ રહે તો 2070 સુધીમાં વિશ્વભરમાં મુસ્લીમોની સંખ્યા 3.6 અરબથી વધુ થઈ જશે, જ્યારે ખ્રીસ્તીઓની સંખ્યા 3 અરબથી થોડી ઓછી રહેશે. તમને જણાવી દઈએ કે, 2020-2025 ના સમયગાળા દરમિયાન મુસ્લીમ મહિલાઓનો પ્રજનન દર પ્રતિ મહિલા 3.1 હતો જ્યારે ખ્રીસ્તી મહિલાઓનો પ્રજનન દર 2.5 હતો. જ્યારે અન્ય ધર્મોની મહિલાઓને પ્રજનન દર 1.6 હતો.

હિન્દુઓની સંખ્યા અંગે શું થયો ખુલાસો

આ રિપોર્ટ મુજબ 2020 થી 2070 ની વચ્ચે વિશ્વની વસ્તીમાં 29 ટકાનો વધારો થવાનો અંદાજો છે. જેમાં ખ્રીસ્તીની સંખ્યા 30 ટકા અને મુસ્લીમોની સંખ્યામાં 80 કાનો વધારો થશે. પ્યૂએ એમ પણ ઉમેર્યુ છે કે હિન્દુ અને યહુદીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો. જો કે ગ્લોબલ વસ્તીમાં તેની ટકાવારીમાં ઘટડો આવવાનું અનુમાન છે. આ રિપોર્ટ મુજબ બોદ્ધ ધર્માને માનતા લોકો અને વૈશ્વિક વસ્તીમાં તેની ભાગીદારીમાં ઘટડો આવશે. તેનું સૌથી મોટું કારણ ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનની કુલ વસ્તીમાં સંભવીત ઘટાડો છે. તો બીજી તરફ આ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે, આવતા 40 વર્ષની અંદર અમેરિકામાં ખ્રીસ્તીઓ બહુમતીમાં નહીં રહે. હાલના આંકડા પર નજર કરીએ તો અત્યારે અમેરિકાની કુલ વસ્તીમાં ખ્રીસ્તીઓની ભાગીદારી 62 ટકા છે જે 2065 ઘટીને 50% રહી જશે.

આ ઉપરાંત એ પણ વાત સામે આવી છે કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં ખ્રિસ્તીઓની સંખ્યા 2020માં અંદાસજ 21.7 કરોડથી ઘટીને વર્ષ 2070 સુધીમાં લગભગ 17.4 કરોડ થઈ જશે. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં છેલ્લા ઘણા વર્ષોથી મુખ્યધારાના પ્રોટેસ્ટેન્ટ સંપ્રદાયોની સંખ્યા ઘટી રહી છે.

વિશ્વની વસ્તીમાં 29 ટકાનો વધારો 

આ બધા રિપોર્ટમાં ધાર્મીક સમુહોની વય સંબંધી સંરચના, પ્રજનન દર અને ધર્મ બદલવા અને પ્રવાસનના તાજેતરના અંદાજાને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. પ્યૂ રિપોર્ટ અનુસાર 2020 થી 2070 ની વચ્ચે વિશ્વની વસ્તીમાં 29 ટકાનો વધારો થવાનો અંદાજો છે. જો કે ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે હિન્દુઓ અને યહુદીઓની સંખ્યા વધવા છતા વિશ્વની કુલ આબાદીમાં તેમની ભાગદારી ઘટી શકે છે. અહેવાલ મુજબ કોંગો અમેરિકાને પાછળ છોડીને સૌથી વધુ ખ્રીસ્તી વસ્તી ધરાવતો દેશ બની જશે. જ્યાં ખ્રીસ્તીઓની સંખ્યા 27 કરોડ થઈ જશે.