Meerut Blue Drum Murder Timeline: સમગ્ર દેશને હચમચાવી મુકનારા મેરઠના ચર્ચિત સૌરભ રાજપૂત હત્યાકાંડમાં અદાલતે ચુકાદો આપી દીધો છે. જિલ્લા જજ અરવિંદ કુમાર મિશ્રાની કોર્ટે પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને ફાંસીની સજા સંભળાવી છે. વર્ષ 2015થી શરૂ થયેલી એક પ્રેમ કહાની કેવી રીતે લવ ટ્રેંગલ, ક્રૂર હત્યા અને આખરે ફાંસીના ફંદા સુધી પહોંચી, તેનો સંપૂર્ણ ઘટનાક્રમ જાણો.
2015 થી 2025: પ્રેમ, દગો અને હત્યાનું કાવતરું
2015: સૌરભ અને મુસ્કાનની મુલાકાત થઈ, જે ધીમે ધીમે પ્રેમમાં પરિણમી.
2016: પરિવારની સંમતિથી સૌરભ અને મુસ્કાને લગ્ન કરી લીધા.
2019: મુસ્કાને પુત્રી પીહૂને જન્મ આપ્યો (જે હાલ તેના નાના પાસે રહે છે). આ જ વર્ષે મુસ્કાનની મુલાકાત તેના જૂના ક્લાસમેટ સાહિલ સાથે થઈ અને બંને વચ્ચે અફેર શરૂ થયું.
2021: સૌરભને પત્ની મુસ્કાન અને સાહિલના ગેરકાયદેસર સંબંધોની જાણ થઈ, જેથી તેણે છૂટાછેડા (ડિવોર્સ) માટે અરજી કરી.
2023: સૌરભ કામ અર્થે લંડન જતો રહ્યો, જ્યાંથી તે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ભારત પરત ફર્યો.
નવેમ્બર 2024: સૌરભ લંડન હતો ત્યારે જ મુસ્કાન અને સાહિલે તેની હત્યાની યોજના ઘડી કાઢી હતી.
25 ફેબ્રુઆરી 2025: મુસ્કાનના જન્મદિવસે સૌરભની હત્યા કરવાનો પહેલો પ્રયાસ કરાયો, જે નિષ્ફળ રહ્યો.
3 માર્ચ 2025: રાત્રિના સમયે ચપ્પુના ઘા ઝીંકીને સૌરભની અત્યંત નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી.
4 માર્ચ 2025: લાશને પ્લાસ્ટિકના બ્લૂ ડ્રમમાં મૂકી સિમેન્ટથી પૂરી દેવાઈ. ત્યારબાદ બંને હિમાચલ પ્રદેશ ભાગી ગયા.
17-19 માર્ચ 2025: 17 માર્ચે પરત ફરી લાશનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો. 18 માર્ચે મુસ્કાને તેની માતાને વાત કરી અને 19 માર્ચે પોલીસે બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા.
કોર્ટમાં 17 મહિનાનો કાનૂની સંગ્રામ
12 મે 2025: પોલીસે 1,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી, જેમાં 34 સાક્ષીઓ દર્શાવાયા હતા.
17 જૂન 2025: આરોપીઓ સામે હત્યા અને પુરાવા નાશ કરવાનો ચાર્જ ફ્રેમ થયો અને ટ્રાયલ શરૂ થઈ.
જુલાઈ - નવેમ્બર 2025: સૌરભના ભાઈ, પરિવાર, પોલીસ, ડોક્ટર તેમજ ડ્રમ અને ચપ્પુ વેચનાર વેપારીઓ સહિત 22 મહત્વના સાક્ષીઓના નિવેદનો લેવાયા.
19 ડિસેમ્બર 2025: કોર્ટમાં પુરાવા તરીકે બ્લૂ ડ્રમ અને ટ્રોલી બેગ રજૂ કરવામાં આવ્યા.
21 એપ્રિલ 2026: કોર્ટે મુસ્કાન અને સાહિલને 32-32 પ્રશ્નો પૂછ્યા, પરંતુ બંનેએ ગુનો સ્વીકારવાનો ઇનકાર કર્યો.
22 મે - 17 સપ્ટેમ્બર 2026: બંને પક્ષો વચ્ચે આખરી દલીલો ચાલી.
30 સપ્ટેમ્બર 2026: કોર્ટે મુસ્કાન અને સાહિલને સૌરભની હત્યા માટે દોષિત ઠેરવ્યા.
14 ઓક્ટોબર 2026: કોર્ટે બંને દોષિતોને ફાંસીની સજા સંભળાવી.
