Yogi Adityanath: મથુરામાં સીએમ યોગીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલાને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'હવે અમારું સમગ્ર ફોક્સ બ્રજ ભૂમિ, કોર્ટમાં છે કેસ'

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 04 Apr 2024 02:45 PM (IST)Updated: Thu, 04 Apr 2024 02:46 PM (IST)
mathura-news-cm-yogi-adityanath-focused-on-braj-bhoomi-krishna-janmabhoomi-case-in-court

Krishna Janmabhoomi Case: હાલ તમામ રાજકીય પક્ષો લોકસભા ચૂંટણી 2024ને લઈને પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ઉત્તર પ્રદેશના મથુરામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ભાજપ ઉમેદવાર હેમા માલિનીના પક્ષમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમને કહ્યું કે, હવે આપણે સમગ્ર ફોક્સ બ્રજ ભૂમિ પર કરવાનું છે.

સીએમ યોગીએ મથુરામાં રાધે-રાધે બિહારી લાલની જયથી સંબોધનની શરૂઆત કરી હતી. તેમને કહ્યું કે, 'હેમા માલિનીએ આ ક્ષેત્રને નવી ઓળખ આપી છે. તેમને ત્રીજી વખત ઉમેદવારી કરવા પર અભિનંદન. કન્હૈયા વિશે કહેવામાં આવે છે કે, તેમને 16 કળા સાથે અવતાર લીધો. આજે કળા જગતમાં હેમા માલિની મેદાનમાં છે. હું કેટલાક દિવસ પહેલા અહીંયા આવ્યો હતો. આજે ફરી આવ્યો છું.'

સીએમ યોગીએ વધુમાં કહ્યું કે, અયોધ્યામાં રામ લલ્લા વિરાજમાન થયા બાદ અહીંયા લોકોની આશા વધી ગઈ છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિનો મામલો પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. હવે આપણે સમગ્ર ફોક્સ બ્રજ ભૂમિ પર કરવાનું છે. બ્રજ ચૌરાસી કોસ, બરસાના ગોવર્ધનમાં અહીં જનભાવના સાથે કામ ચાલી રહ્યું છે.