LPU protest:પંજાબમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, MIC-23 અને સૈન્ય ટેન્ક પર ચડી ગયા LPU વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગને જામ કરી દીધો હતો. તેને લીધે ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ હતી. જ્યારે અન્ય એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 27 Sep 2026 04:57 PM (IST)Updated: Sun, 27 Sep 2026 04:57 PM (IST)
massive-student-protest-at-lovely-professional-university-in-punjab

LPU protest:પંજાબના જાલંધર સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી(LPU)માં યૌન ઉત્પીડનની અફવાઓ બાદ વિદ્યાર્થીઓમાં ગુસ્સો ભડકી ઉઠ્યો હતો. વિદ્યાર્થીઓના આ ગુસ્સાએ હિંસલ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. 

વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગને જામ કરી દીધો હતો. તેને લીધે ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ હતી. જ્યારે અન્ય એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિદ્યાર્થી મિગ-23 અને ટેન્ક પર ચડી ગયા હતા. 

કેમ્પસની સામે વિદ્યાર્થીઓના સમૂહ વિરોધ પ્રદર્શન કરતા હતા અને વી વોન્ટ જસ્ટીસના નારા લગાવતા જોવા મળ્યા હતા. અન્ય એક ફુટેજમાં બારીઓના કાચ અને અન્ય ભાગોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની ઈમારતના કેટલાક ભાગો અને વસ્તુઓમાં આગ લગાવવામાં આવી હતી. કેમ્પસની કેટલીક દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા શું માંગ કરવામાં આવી

લોકોના મનમાં પ્રશ્ન છે કે છેવટે કઈ-કઈ માંગ કરવામાં આવી છે 

1. મેનેજમેન્ટે વિદ્યાર્થીની બળાત્કાર અને આત્મહત્યા પાછળનું સત્ય જાહેર કરવું જોઈએ.
2. સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ સામે તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.
3. ન્યાયી અને પારદર્શક તપાસ થવી જોઈએ.
4. આ બાબતને દબાવવાનો પ્રયાસ કરનાર હોસ્ટેલ મેનેજમેન્ટ અને વોર્ડન સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
5. કન્યા છાત્રાલયમાં સુરક્ષા કડક બનાવવી જોઈએ.
6. તમામ વહીવટી અને સુરક્ષા સંબંધિત ફરિયાદોનો પારદર્શક રીતે ઉકેલ લાવવો જોઈએ. 

પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી છે અને કેસની તપાસ માટે રચવામાં આવેલી ઈન્વેસ્ટીગેશન ટીમમાં 5 વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટી પ્રશાસને આ અહેવાલોને અફવાઓ ગણાવીને નકારી કાઢ્યા છે.બીજી તરફ યુનિવર્સિટી પ્રશાસને સોશિયલ મીડિયા પર ફરતા તમામ દાવાઓને અફવાઓ ગણાવીને નકારી કાઢ્યા છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. મોનિકા ગુલાટીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ખોટી, બનાવટી અને ભ્રામક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.