FSSAI News:પતંજલિ દૂધ બિસ્કીટ, કિંડર જૉય, સફોલા ટોટલ હાર્ટ પ્રો કુકિંગ ઓઈલ, રેડ બુલ, સ્ટિંગ એનર્જી, મોન્સ્ટર એનર્જી, ગેટોરેડ સ્પોર્ટ્સ ડ્રીંક અને અમૂલ સુગર-ફ્રી આઈસ્ક્રીમ સહિત 115 ફૂડ પ્રોડક્ટ્સને બજારમાંથી હટાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI) દ્વારા ગેરમાર્ગે દોરે તેવા દાવા, મિસ-લેબલિંગ તથા ફૂડ સ્ટાન્ડર્ડ સંબંધિત નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવાને લગતા કેસમાં આ પ્રોડક્ટ્સની ઓળખ કરવામાં આવી હતી.
FSSAI, નવી દિલ્હી તથા ઝારખંડના એડિશનલ ચીફ સેક્રેટરી કમ ફૂડ સેફ્ટી બાબતના વડાએ આ રાજ્યમાં ખાદ્ય ઉત્પાદનોના વેચાણ તથા ઉપલબ્ધતાને લગતા સ્ટોકની તપાસ શરૂ કરી છે. રાંચીમાં પણ ખાદ્ય સુરક્ષા વિભાગના સઘન તપાસ તથા કાર્યવાહી ઝડપી બનાવી છે.
અનેક લોકપ્રિય બ્રાંડ તપાસ કાર્યક્ષેત્રમાં
FSSAIની યાદીમાં દૈનિક કામગીરીમાં ઉપયોગ થનારા અનેક ચર્ચિત ઉત્પાદન છે. તેમાં પતંજલિ દૂધ બિસ્કીટ, કિંડર જૉય અને સફોલા ટોટલ હાર્ટ પ્રો કુકિંગ ઓઈલ મુખ્ય છે. પતંજલિ દૂધ બિસ્કિટ પર 100 ટકા લોટ હોવાના દાવા, કિંડર જૉયમાં મિલ્ક સોલિડ્સ સંબંધિત દાવા અને સફોલા ટોટલ હાર્ટ પ્રોમાં હાર્ટ-હેલ્થ સંબંધિત દાવાને લઈ વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે.
રેડ બુલ, સ્ટિંગ અને ગેટોરેડ પણ યાદીમાં
કેફીનયુક્ત પે પ્રોડક્ટ્સમાં સ્ટિંગ એનર્જી, રેડ બુલ, મોન્સ્ટર એનર્જી, હેલ એનર્જી, એડ્રેનાલિશ રશ, કેમ્પા એનર્જી તથા ગેટોરેડ સ્પોર્ટ્સ ડ્રિંક પણ આ યાદીમાં સામેલ છે.આ ઉત્પાદનોમાં નિર્ધારિત નિયમો પ્રમાણે જરૂરી જોગવાઈ વગર જ એનર્જી ડ્રિંક અથવા સ્પોર્ટ્સ ડ્રિંક જેવા નામોનો ઉપયોગ કરવા સામે પણ સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
આઈસ્ક્રીમ, નૂડલ્સ અને બેબી ફૂડ વગેરેનો સમાવેશ
યાદીમાં અમૂલ સુગર-ફ્રી આઈસ્ક્રીમ, બિસલેરીના એડેડ મિનરલ્સ સંબંધિત દાવા ધરાવતા ઉત્પાદન, રો પ્રોસરી મેંગો ડ્રીંક, માસ્ટરચાઉ રેમન નૂડલ્સ, લૂટે ચોકો પાઈ અને ડાબર હાર્ટ કેર સહિત બ્રાઉન બ્રેડ, ટોફૂ અને બેબી ફૂડના ઉત્પાદનનો સમાવેશ થાય છે. રો પ્રેસરી મેંગો ડ્રીંકમાં નોન એડેડ સુગર જેવા જાવાને લઈ પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
ખાદ્ય સુરક્ષા વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે બજારમાંથી ઉત્પાદનોને પરત લેવાને લગતા દિશા-સૂચનોનું પાલન નહીં કરનાર, ભ્રામક પ્રચાર કરતાં અથવા ખોટું બ્રાન્ડિંગ કરવા સંબંધિત કારોબારીઓ સામે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ 2006ની કલમ 53 અને 53 સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ખાદ્ય સુરક્ષા અધિકારોના ક્ષેત્રમાં સતત તપાસ કરવા સંબંધિત ઉત્પાદનોનું વેચાણ કરવા પર પ્રતિબંધને સુનિશ્ચિત કરવાના દિશા સૂચનો આપવામાં આવ્યા છે.
