Mahua Moitra Cash For Query: એક્શન મોડમાં મહુઆ મોઇત્રા, લોકસભામાંથી બરતરફ કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 11 Dec 2023 06:23 PM (IST)Updated: Mon, 11 Dec 2023 06:23 PM (IST)
mahua-moitra-in-action-mode-reaches-supreme-court-over-dismissal-from-lok-sabha

Mahua Moitra Cash For Query: મહુઆ મોઇત્રાએ લોકસભામાંથી બરતરફ કરવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. મોઇત્રાને શુક્રવારે લાંચ લઈને સવાલ પૂછવાના મામલે નીચલા ગૃહમાંથી બહાર કરી દીધા હતા. જો કે TMCના પૂર્વ સાંસદે તમામ આરોપો ફગાવી દીધા હતા. તેમના વિરુદ્ધ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લાંચ લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો હતો.

એથિક્સ કમિટીનો રિપોર્ટ સ્વાકાર્યા બાદ 8 ડિસેમ્બરે મહુઆને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમના પર બિઝનેસમેન દર્શન હીરાનંદાની પાસેથી લાંચ અને મોંઘી ગિફ્ટ્સ લેવાનો આરોપ લાગ્યો હતો. બિઝનેસમેને પોતે જ એફિડેવિટ દાખલ કરી હતી જેમાં તેમણે દાવો કર્યો હતો કે મહુઆએ અદાણી ગ્રૂપ પર સવાલ ઉઠાવવા માટે સંસદના લૉગિનની ડિટેલ્સ શેર કરી હતી.

બરતરફ કરવામાં આવ્યા બાદ એથિક્સ કમિટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કોઈ જાતના પુરાવા વગર કાર્યવાહીના આરોપ લગાવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે આ વિપક્ષને ટાર્ગેટ બનાવવાનું હથિયાર બની રહ્યું છે. તેમના આરોપ હતા કે એથિક્સ કમિટીએ તમામ નિયમ તોડ્યા છે. તેમણે કહ્યું હતું કે- જ્યારે કમિટીનો રિપોર્ટ રજૂ કરાયો ત્યારે તેમણે સ્પષ્ટતા કરવાનો કોઈ જ ચાન્સ આપવામાં આવ્યો ન હતો. મહુઆનું કહેવું હતું કે તેમણે પૂર્વ સાથીથી સામસામે સવાલ કરવાનો મોકો પણ ન અપાયો.

ખાસ વાત એ છે કે 2 ડિસેમ્બરે મહુઆને એથિક્સ કમિટીની સામે હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ કમિટી પર આરોપ લગાવતા કમિટીની બેઠકમાંથી બહાર નીકળી ગયાં હતાં. તેમણે બહાર આવીને કમિટી પર ખોટા અને અર્થ વગરના સવાલ પૂછવાના આરોપ લગાવ્યા હતા. આ દરમિયાન કમિટીનો જ ભાગ રહેલા સાંસદ દાનિશ અલી પણ મહુઆના સમર્થનમાં આગળ આવ્યા હતાં.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.