મધ્યપ્રદેશના સાગરમાં ઝેરીલી દારૂનો કહેર! 9 લોકોના મોત, પાંચની હાલત ગંભીર

મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બાંદામાં શનિવારે રાત્રે શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી નવ લોકોના મોત થયા હતા, જ્યારે પાંચ અન્ય ગંભીર હાલતમાં છે. આ ઘટના બાદ વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 06 Sep 2026 12:02 PM (IST)Updated: Sun, 06 Sep 2026 12:02 PM (IST)
madhya-pradesh-sagar-suspected-spurious-liquor-tragedy-9-dead-5-critical-bmc-hospital-banda-news

Madhya Pradesh Liquor Tragedy: મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં આવેલા બાંદામાં શનિવારે રાત્રે શંકાસ્પદ સંજોગોમાં નવ લોકોના મોત થયા હતા. દરમિયાન, પાંચ અન્ય લોકોને ગંભીર હાલતને કારણે સાગરની બુંદેલખંડ મેડિકલ કોલેજ (BMC) માં રિફર કરવામાં આવ્યા છે.

આ ઘટના નકલી (ઝેરી) દારૂ પીવાથી થઈ હોવાની શંકા છે; જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પછી જ પુષ્ટિ શક્ય બનશે.

નવ લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા 

અહેવાલો અનુસાર, રાત્રે લગભગ એક ડઝન લોકો બીમાર પડ્યા હતા અને તેમને બાંદાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી નવ લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. મૃતકોનું બાંદા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ગંભીર હાલતમાં પાંચ દર્દીઓને સારવાર માટે BMC સાગર મોકલવામાં આવ્યા છે.

ઘટનાના સમાચાર મળતાં, કલેક્ટર પ્રતિભા પાલ અને પોલીસ અધિક્ષક અનુરાગ સુજાનિયા સહિત વરિષ્ઠ વહીવટી અને પોલીસ અધિકારીઓ બાંદા પહોંચ્યા હતા. અધિકારીઓએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી અને આ મામલાની તપાસ શરૂ કરી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બાંદામાં વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

મૃત્યુ પામેલા લોકો નામ

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ગોલુ ઉર્ફે ચમન લોધી ( ઉ. 45 ગુગરા ખુર્દના રહેવાસી),દિગ્વિજય લોધી ( ઉ. 28 નૌરાજના રહેવાસી), કરતાર સિંહ લોધી (ઉ. 30 નૌરાજના રહેવાસી), ઉજિયાર સિંહ લોધી (ઉ. 56 ગુગરા ખુર્દના રહેવાસી), પાટણ (વિનાયક પોલીસ સ્ટેશન વિસ્તાર) ના રોશન લોધી (ઉ. 30) અને રાજેન્દ્ર લોધી ( ઉ. 32 નૌરાજ-ગુગરાના રહેવાસી)નો સમાવેશ થાય છે. ગોલુ ઉર્ફે ચમન અગાઉ કેન્સરથી પીડાતા હોવાની માહિતી પણ બહાર આવી છે.

પાંચ દર્દીઓને BMCમાં રીફર કરાયા

હરનામ રાય (ઉ. 42 ચૌકાના રહેવાસી), ઉત્તમ નથુ નાયક (42 દલપતપુરના રહેવાસી), મંગલ રજક (ઉ. 40 ગુગરા ખુર્દના રહેવાસી), હિનૌતાના રહેવાસી પરમ આદિવાસી અને હિનૌતાના રહેવાલી ધનસિંહ આદિવાસી (30)ને ગંભીર હાલતમાં BMC સાગરમાં રિફર કરવામાં આવ્યા છે.

વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાના કારણની તપાસ કરી રહી છે. ઝેરી દારૂ હોવાની શક્યતા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.