Surat Lok Sabha Seat: લોકસભાની ચૂંટણીમાં બિનહરીફ જીત મેળવનાર મુકેશ દલાલ ભાજપના પ્રથમ સાંસદ, અગાઉ ડિમ્પલ યાદવ સહિત આ નેતાઓ મેળવી ચૂક્યા છે બિનહરીફ જીત; જાણો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 23 Apr 2024 09:19 AM (IST)Updated: Tue, 23 Apr 2024 09:19 AM (IST)
lok-sabha-election-2024-surat-seat-bjp-candidtae-mukesh-dalal-first-mp-win-lok-sabha-elections-unopposed

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024માં સૂરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા છે. તેઓ બિનહરીફ જીત મેળવનાર ભાજપના પ્રથમ સાંસદ છે. સૂરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થયું હતું, જ્યારે અન્ય પાર્ટીના તેમજ અપક્ષોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ જીત મેળવી છે.

1951માં યોજાયેલ પ્રથમ લોકસભા ચૂંટણીથી લઈને અત્યાર સુધી મુકેશ દલાલ સહિત 35 ઉમેદવાર ચૂંટણી વગર બિનહરીફ જીત મેળવી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવે વર્ષ 2012માં કન્નૌજ લોકસભા પેટાચૂંટણીમાં બિનહરીફ જીત મેળવી હતી. આ સીટ તેમના પતિ અખિલેશ યાદવના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી ખાલી થઈ હતી.

સંસદીય ચૂંટણીમાં બિનહરીફ જીત મેળવનાર અન્ય પ્રમુખ નેતાઓમાં ટીટી કૃષ્ણાચારી, વાયબી ચવ્હાણ, ફારૂક અબ્દુલ્લા, એસસી જમીર, હરે કૃષ્ણા મહતાબ અને પીએમ સઈદના નામ સામેલ છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો સૌથી વધુ બિનહરીફ વિજેતા બન્યા છે.