દૈનિક જાગરણની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. પ્રબોધિની એકાદશીને દિવસે કોલકાતામાં નવા એડિશનની શરુઆત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના સીએમ શુભેંદુ અધિકારીએ 38 માં એડિશનનો આરંભ કરાવ્યો હતો. આ અવસરે સીએમએ દૈનિક જાગરણની 89 વર્ષની સફર વિશે વાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, 86 વર્ષના સમયગાળા દરમિયાન દૈનિક જાગરણે દેશપ્રેમને અગ્રીમસ્થાને રાખ્યો છે.
સીએમ શુભેંદુ અધિકારીએ કર્યા વિપક્ષ પર પ્રહાર
વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, પાછલી સરકારોઓ સમાજમાં વેરઝેર ઉત્પન્ન કર્યા હતા. ક્યારેક ભાષાના નામે તો કયારેક ધર્મના નામે. પરંતુ હવે અહીં એક રાષ્ટ્રવાદી સરકાર આવી છે. જેના કારણે આવા કોઈ મતભેદો જોવા નહીં મળે.
આ દરમિયાન સીએમએ વિપક્ષી સરકારો પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, અમારી પહેલા જે સરકારો હતી તેમણે રાષ્ટ્રવાદની બહાર જઈને સતા ભોગવી હતી. તેમણે નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં એક એવી સરકાર હતી જેનું રિમોટ બીજીંગ પાસે હતું અને તેણે 34 વર્ષ સુધી આ રીતે સતા ચલાવી. દેશના આ સરકાર માટે બીજા રાજ્યના લોકો બહારના હતા પરંતુ બાંગ્લાદેશના લોકો પર ખુબ પ્રેમ હતો. તેમણે દૈનિક જાગરણની પ્રશંસા કરતા કહ્યું કે, દૈનિક જાગરણે પત્રકારત્વમાં હંમેશા રાષ્ટ્રને પ્રથમ રાખ્યું છે. આ સમયે તેમણે પૂર્વ પીએમ અટલજી અને વર્તમાન વડાપ્રધાન સંદેશાનો પણ ઉલ્લેખ કર્યો.
શું બોલ્યા દૈનિક જાગરણના મેનેજિંગ એડિટર તરુણ ગુપ્તાજી
આ ખાસ અવસરે દૈનિક જાગરણના મેનેજિંગ એડિટર તરુણ ગુપ્તાજીએ કહ્યું કે, દૈનિક જાગરણ પરિવર્તનનું સાક્ષી છે. દૈનિક જાગરણ હંમેશા સમયની સાથે સાથે પરિવર્તન કરતું રહ્યું છે અને સાથે સાથે વાચકોનો પ્રેમ પણ જીતતું રહ્યું છે. જો કે, આ પરિવર્તનના સમયગાળા ક્યારે અમારા આદર્શો અને મુલ્યો બદલાયા નથી. અમારા પત્રકારત્વના પાયામાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદ છે. તરુણ ગુપ્તાજીની સાથે ડિરેક્ટર સુનીલ ગુપ્તાએ બધાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ દૈનિક જાગરણનું 38 મું એડિશન છે. છેલ્લે સ્થાનિક એડિટર જયકૃષ્ણ વાપજેઈએ આભારવિધિ કરી હતી.
