Lalbaugcha Raja: ત્રણ દિવસીય ગણેશ ઉત્સવ મંગળવારે સમાપ્ત થયો હતો. મુંબઈના પ્રસિદ્ધ લાલબાગ ચા રાજાને બુધવારે વહેલી સવારે ધૂમધામથી અંતિમ વિદાય આપવામાં આવી હતી.
ભગવાન ગણેશની પ્રતિમાને બુધવારે વહેલી સવારે ગિરગાંવ નજીક અરબ સાગરમાં વિસર્જિત કરવામાં આવી હતી. વિસર્જનમાં હજારો ભક્તોની સાથે અનંત અંબાણી પર બાપ્પાને છેલ્લી વિદાય આપવા પહોંચ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અનંત અંબાણીને ભગવાન ગણેશમાં ઊંડી શ્રદ્ધા છે. આ વર્ષે લાલબાગ ચા રાજાને 20 કિલો સોનાનો મુગટ ચડાવ્યો હતો. જેની કિંમત 15 કરોડ રુપિયા છે. જો કે ભગવાન ગણેશના વિસર્જન પહેલા મુગટ કાઢી લેવામાં આવ્યો હતો. ગણેશ ઉત્સવ દરમિયાન મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા ગણેશના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા.
