Kerala Assembly Elections 2026छ કેરળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો ધીમે-ધીમે આવી રહ્યા છે. અત્યાર સુધીના વલણો પ્રમાણે જોઈએ તે, કોંગ્રેસની આગેવાની ધરાવતા UDFને 100 બેઠકો પર જીત મળતી જોવા મળી રહી છે. જ્યારે લેફ્ટ ગઠબંધન માત્ર 35 બેઠકો પર સમેટાઈ જાય તેમ લાગી રહ્યું છે.
આ વલણો પરથી એવું લાગી રહ્યું છે કે, ભારતની આઝાદી બાદ પહેલી વખત એવું થશે, જ્યારે દેશના કોઈ પણ રાજ્યમાં લેફ્ટ પાર્ટીની સરકાર નહીં હોય. અત્યાર સુધી કેરળ એકમાત્ર એવું રાજ્ય હતુ, જ્યાં લેફ્ટની સરકાર હતી. જો કે અત્યારના વલણોમાં UDFની કારમી હાર થતી જોવા મળી રહ્યું છે. જો આજ વલણ પરિણામમાં પરિવર્તિત થશે, તો લેફ્ટ સત્તામાંથી આઉટ થઈ જશે, તે નક્કી છે.
પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં સત્તા ગુમાવ્યા બાદ અત્યારે કેરળ વિધાનસભા ચૂંટણીના શરૂઆતના વલણોને લઈને CPI મહાસચિવ ડી. રાજાએ લેફ્ટના પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. આ માત્ર એક ચેતવણી નથી, પરંતુ તમામ ધર્મ નિરપેક્ષ અને લોકતાંત્રિક પાર્ટીઓ માટે એક શીખ છે.
#WATCH | दिल्ली: पश्चिम बंगाल में भाजपा की बढ़त पर CPI महासचिव डी राजा ने कहा, "पहली बार, भाजपा सरकार बनाने जा रही है। यह न केवल एक चेतावनी है, बल्कि सभी धर्मनिरपेक्ष और लोकतांत्रिक संगठनों के लिए एक वास्तविक सबक है। वामपंथ का प्रदर्शन चिंताजनक है। जब तक हम बंगाल में वामपंथ को… pic.twitter.com/OA4f8tutP8
— ANI_HindiNews (@AHindinews) May 4, 2026
વામપંથનું પ્રદર્શન ચિંતાજનક છે. જ્યાં સુધી અમે પશ્ચિમ બંગાળમાં વામપંથને પુનર્જિવિત નથી કરતાં, ત્યાં સુધી આ સમગ્ર દેશમાં ડાબેરીઓ માટે એક મોટો પડકાર હશે. જો અમે કેરળમાં હારી જઈશું, તો લેફ્ટનું શું ભવિષ્ય?
