'હવે તારીખ અને સમય પોલીસ જ નક્કી કરે...', જંતર-મંતર પ્રદર્શન અંગે CJP દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી ન મળતા CJP દ્વારા પોતાની રણનીતિ બદલવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 12 Oct 2026 01:58 PM (IST)Updated: Mon, 12 Oct 2026 01:58 PM (IST)
jantar-mantar-protest-cjp-given-24-hour-ultimatum-to-new-delhi-police
સૌરભ દાસ

Jantar Mantar CJP Protest: દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી ન મળ્યા બાદ હવે કોકરોચ જનતા પાર્ટી (CJP) એ પોતાની રણનીતિ બદલી નાખી છે. પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસે આજે માહિતી આપી હતી કે હવે જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી મેળવવા માટે તેઓ આગળ શું પગલું ભરશે.

'શાંતિપૂર્ણ પ્રદર્શન એ બંધારણીય અધિકાર'

જ્યારે મીડિયા દ્વારા સૌરભ દાસને પૂછવામાં આવ્યું કે હવે તેમનું આગળનું કદમ શું હશે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું એ બંધારણીય અધિકાર છે. લોકો પ્રદર્શન કરી પણ રહ્યા છે અને આગળ પણ કરશે. પોલીસની હંમેશા એવી ફરિયાદ હોય છે કે 10 દિવસ પહેલાં આવે, 10 દિવસ પહેલાં આવે."

 

પોલીસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું

સૌરભે આગળ ઉમેર્યું હતું કે, "હવે અમે કહી રહ્યા છીએ કે તમારી પાસે વિકલ્પ છે અને અમે પોલીસ પર જ છોડ્યું છે કે આ વખતે તેઓ જ તારીખ અને સમય નક્કી કરીને જણાવે. અમે આખી બાબત તેમના પર છોડી રહ્યા છીએ. પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ આ મામલાને પેન્ડિંગ રાખે, અમે તેમને 24 કલાકનું અલ્ટિમેટમ આપી રહ્યા છીએ."