Jammu Kashmir Election Result 2024: જમ્મુ કાશ્મીરની કમાન હવે ઓમર અબ્દુલ્લાના હાથમાં છે! બહુમતી મળ્યા બાદ NC પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ આપ્યું નિવેદન

જમ્મુ અને કાશ્મીર ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી છે. જુઓ કોણ બનશે મુખ્યમંત્રી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 08 Oct 2024 02:46 PM (IST)Updated: Tue, 08 Oct 2024 02:46 PM (IST)
jammu-jammu-kashmir-election-result-2024-omar-abdullah-will-be-the-chief-minister

Omar Abdullah: જમ્મુ અને કાશ્મીર ચૂંટણી પરિણામોમાં NC અને કોંગ્રેસના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. એનસીના ઉપાધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ જાહેરાત કરી છે કે જમ્મુ અને કાશ્મીરના આગામી મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હશે. જમ્મુ-કાશ્મીરમાં એનસી-કોંગ્રેસ 46 સીટ પર આગળ છે. જમ્મુ-કાશ્મીરમાં એનસી-કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી.

ઓમર અબ્દુલ્લા બની શકે છે મુખ્યમંત્રી

જમ્મુ અને કાશ્મીરમાં, NC અને કોંગ્રેસના ગઠબંધનને વલણોમાં સ્પષ્ટ બહુમતી મળી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં એનસી-કોંગ્રેસ 46 સીટ પર આગળ છે. મતગણતરી વચ્ચે એનસી પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના આગામી સીએમ ઓમર અબ્દુલ્લા હશે.

જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ ગઠબંધનની જીત

જમ્મુ અને કાશ્મીરમાં 90 સીટ પર મતદાન થયું હતું જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ ગઠબંધનને બહુમતી મળી રહી છે. પાર્ટીએ જીતની ઉજવણી પણ શરૂ કરી દીધી છે.