Jagdeep Dhankhar: જગદીપ ધનખરના રાજીનામા પહેલા રાત્રે 9 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં મચ્યો હતો હોબાળો, વાંચો અંદરની વાત

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. પરંતુ આ પહેલા એક એવી ઘટના બની હતી જેણે રાષ્ટ્રપતિ ભવનમાં હાજર અધિકારીઓને ચિંતામાં મૂકી દીધા હતા. જાણો અંદરની વાત...

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 23 Jul 2025 09:29 AM (IST)Updated: Wed, 23 Jul 2025 09:29 AM (IST)
jagdeep-dhankhar-suddenly-reached-rashtrapati-bhavan-without-any-information

Jagdeep Dhankhar Resign: ચોમાસુ સત્રના પહેલા દિવસે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને લખેલા પત્રમાં તેમણે રાજીનામા પાછળ પોતાના સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ આ પહેલા એક એવી ઘટના બની હતી જેણે રાષ્ટ્રપતિ ભવનમાં હાજર અધિકારીઓને ચિંતામાં મૂકી દીધા હતા. જાણો અંદરની વાત…

રાત્રે 9 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં મચ્યો હોબાળો

જગદીપ ધનખર રાજીનામું આપતા પહેલા કોઈ પણ પૂર્વ સૂચના વિના 9 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા ગયા હતા. તેમના અચાનક આગમનથી રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓ પણ ચિંતામાં પડી ગયા હતા. એડીસી લશ્કરી સચિવને જાણ કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે તેમની તાત્કાલિક મુલાકાત આયોજિત કરવામાં આવી હતી. ત્યારબાદ જગદીપ ધનખરે બંધારણ મુજબ તેમનું પોતાનું રાજીનામું સોંપ્યું હતું અને એક્સ પર 9.25 વાગ્યે જનતાને આ સમાચાર આપ્યા.

જગદીપ ધનખર રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા

રાષ્ટ્રપતિ ભવનમાં બધું પ્રોટોકોલ મુજબ ચાલે છે. રાષ્ટ્રપતિ સચિવાલયને લાંબા સમયથી આવી અણધારી ઘટનાઓનો સામનો કરવો પડ્યો નથી. સોમવારે રાત્રે 9 વાગ્યે દ્રૌપદી મુર્મુને મળવા માટે જગદીપ ધનખર અચાનક રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ત્યારે ઓફિસમાં હોબાળો મચી ગયો હતો. ધનખરની હાજરી અંગે એડીસી લશ્કરી સચિવને જાણ કરવામાં આવી અને રાષ્ટ્રપતિને મળીને જગદીપ ધનખરે રાજીનામું સોપ્યું.

જગદીપ ધનખર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા તે વાતને નકારી શકાય નહીં. માર્ચ અને જુલાઈ વચ્ચે ઘણી વખત તેમની બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલો આવ્યા હતા.