BRICS 2026:નવી દિલ્હી ખાતે યોજાઈ રહેલા 18માં BRICS શિખર સમ્મેલનમાં નવી દિલ્હી ઘોષણાપત્ર 2026ને સર્વસંમતિથી મંજૂરી મળી ગઈ છે. PM મોદીએ BRICS સભ્ય દેશો સમક્ષ ઘોષણાને લગતો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો અને પૂછ્યું કે શું કોઈ દેશને આ અંગે કોઈ વાંધો છે, કોઈ પણ સભ્ય દેશે આ અંગે પોતાનો વાંધો રજૂ કર્યો ન હતો, ત્યારબાદ તેને લઈ સર્વસંમતિથી સ્વીકારી લેવામાં આવ્યો હતો.
આ ઘોષણાપત્રનું મુખ્ય ફોકસ રિન્યુએબલ એનર્જીમાં સહયોગ, એકતરફી વ્યાપારિક અવરોધ અંગે ચિંતા, આતંકવાદ અટકાવવો તથા વૈશ્વિક વિવાદોને વાતચીતથી ઉકેલવાનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હી ઘોષણા પત્રએ BRICS દેશોના પરસ્પરના સંકલ્પોને આગળ વધારવાની સ્પષ્ટ દિશા નક્કી કરી છે. હવે અસલી જવાબદારી એ નિર્ણયને જમીની સ્તર પર લાવવાને લગતી છે. તેમણે કહ્યું કે ફક્ત જાહેરાતો કરવાથી કામ નહીં ચાલે, પણ નક્કર પરિણામોમાં પરિવર્તન જરૂરી બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ઘોષણા પત્રમાં સંઘર્ષને અટકાવવા અને વિવાદોને શાંતિથી ઉકેલવા, મજબૂત બહુપક્ષિય અને એકતરફી વ્યાપાર ઉપાયો અંગે ચિંતા પર ધ્યાન કેન્દ્રીત કરવા પર છે.
આતંકવાદને લઈ કડક વલણ
BRICS ડિક્લેરેશનમાં સરહદ પારથી આતંકવાદ, આતંકવાદને ફંન્ડિંગ અને આતંકવાદને છાવરવા સહિત આતંકવાદના તમામ સ્વરૂપોની ટીકા કરવાનો છે. શિખર સમ્મેલનમાં 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરવામાં આવી.
