Savitri Jindal Resigns: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા કોંગ્રસ પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. પૂર્વ કોંગ્રસ નેતા નવીન જિંદાલની માતા અને દેશની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલે (Savitri Jindal) કોંગ્રસ પાર્ટી છોડી દીધી છે. તેમને સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી.
સાવિત્રી જિંદાલે X પર પોસ્ટ કરતા જાણકારી આપી કે, 'મેં ધારાસભ્ય તરીકે 10 વર્ષ સુધી હિસારની જનતાનું પ્રતિનિધિત્વ કર્યું અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ સેવા કરી છે. હિસારની જનતા મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. કોંગ્રેસ નેતૃત્વના સમર્થન માટે અને મારા તમામ સાથીઓનો હંમેશા આભારી રહીશ અને જેમણે હંમેશા મને તેમનું સમર્થન અને સન્માન આપ્યું.'
આ પણ વાંચો
मैंने विधायक के रूप में 10 साल हिसार की जनता का प्रतिनिधित्व किया और मंत्री के रूप में हरियाणा प्रदेश की निस्वार्थ सेवा की है।
— Savitri Jindal (@SavitriJindal) March 27, 2024
हिसार की जनता ही मेरा परिवार है और मैं अपने परिवार की सलाह पर आज कांग्रेस पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा दे रही हूं । कांग्रेस नेतृत्व के समर्थन…
જણાવી દઈએ કે, હાલમાં જ સાવિત્રી જિંદાલના પુત્ર નવીન જિંદાલે કોંગ્રસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. ભાજપે નવીન જિંદાલને લોકસભા ચૂંટણી 2024 માટે હરિયાણાના કુરુક્ષેત્રથી ઉમેદવાર બનાવ્યા છે.
84 વર્ષ વર્ષીય સાવિત્રી જિંદાલની વાત કરીએ તો, તે ભારતની સૌથી અમીર મહિલાઓની લિસ્ટમાં ટોચ પર છે. તેઓ જિંદાલ ગ્રુપના વિશાળ બિઝનેસને સંભાળે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ પ્રમાણે, 28 માર્ચ 2024 સુધી સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ $29.6 બિલિયન એટલે કે લગભગ 2.47 લાખ કરોડ રૂપિયા છે. સાવિત્રી જિંદાલ વિશ્વના અબજોપતિઓની લિસ્ટમાં 56માં સ્થાને છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
