Share Market Crash: ભારતીય અરબપતિઓને મોટો ફટકો, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને કરોડોનું નુકસાન

આજે સેન્સેક્સ લગભગ 3 હજાર જેટલો તૂટ્યો હતો. રિલાયન્સથી લઈને ટાટા સ્ટીલના શેરમાં તેની અસર જોવા મળી હતી. મોટા મોટા અરબપતિઓની સંપત્તિમાં આજે ઘટાડો જોવા મળ્યો.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 07 Apr 2025 03:49 PM (IST)Updated: Mon, 07 Apr 2025 04:10 PM (IST)
mukesh-ambani-gautam-adani-savitri-jindal-and-shiv-nadar-face-wealth-loss-amid-share-market-crash-2025

Share Market Crash News: આજે ભારતીય શેર માર્કેટમાં હાહાકાર મચી ગયો હતો. રોકાણકારોની કરોડોની સંપત્તિ આજે ધોવાઈ ગઈ હતી. આ અસર ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે છે. ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લગાવ્યો હતો. જેના કારણે વિશ્વના બજારોમાં મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે.

રિલાયન્સથી લઈને ટાટા સ્ટીલના શેર તૂટ્યાં

આજે સેન્સેક્સ લગભગ 3 હજાર જેટલો તૂટ્યો હતો. રિલાયન્સથી લઈને ટાટા સ્ટીલના શેરમાં તેની અસર જોવા મળી હતી. મોટા મોટા અરબપતિઓની સંપત્તિમાં આજે ઘટાડો જોવા મળ્યો. ગૌતમ અદાણીથી લઈને ગૌતમ અદાણી અનેક ઉદ્યોગપતિઓની સંપત્તિને આજે નુકસાન થયું છે.

મુકેશ અંબાણીની સંપત્તિને સૌથી મોટું નુકસાન

આજે શેર બજાર ક્રેશની સૌથી મોટી અસર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી પર જોવા મળી હતી. એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાતા મુકેશ અંબાણીની સંપત્તિ આજે 3.6 બિલિયન ડોલર ઘટી. તેની સાથે જ તેમની સંપત્તિ ઘટીને 87.7 બિલિયન ડોલર થઈ ગઈ છે.

ગૌતમ અદાણીને 3 બિલિયન ડોલરનું નુકસાન

શેર બજાર ક્રેશની અસર ગૌતમ અદાણી પર પણ જોવા મળી રહી છે. તેમની સંપત્તિમાં 3 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. તેની સાથે જ તેમની નેટવર્થ ઘટીને 57.3 બિલિયન ડોલર થઈ ગઈ છે.

સાવિત્રી જિંદાલ અને શિવ નાદરની સંપત્તિ ઘટી

દેશની ત્રીજી સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ અને તેમના પરિવારની સંપત્તિમાં 2.2 બિલિયનનો ઘટાડો થયો છે, જેના કારણે તેમની કુલ સંપત્તિ 33.9 બિલિયન થઈ ગઈ છે. ટેક જાયન્ટ શિવ નાદરની સંપત્તિ પણ 1.5 બિલિયન ડોલર ઘટી છે. આ સાથે હવે તેમની કુલ સંપત્તિ 30.9 બિલિયન ડોલર છે.