Savitri Jindal: દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલ ચૂંટણીમાં ઝંપલાવશે, જાણો કઈ બેઠક પરથી લડશે

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 27 Aug 2024 04:59 PM (IST)Updated: Tue, 27 Aug 2024 04:59 PM (IST)
india-richest-woman-savitri-jindal-will-contest-hisar-seat-in-haryana-elections-2024

Haryana Assembly Election 2024: દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલે ચૂંટણી લડવા માટેની હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી છે. જો કે ભાજપ સત્તાવાર રીતે જાહેરાત કરે તે પહેલા જ સાવિત્રીએ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાવિત્રી જિંદાલ છેલ્લા કેટલાક દિવસોથી હિસારમાં છે. તે સતત જનસભાઓ અને લોકો સાથે સંપર્ક કરી રહી છે.

આ વર્ષના માર્ચમાં જ સાવિત્રી જિંદાલ અને તેમના પુત્ર નવીન જિંદાલે કોંગ્રેસનો ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. નવીન જિંદાલે આમ આદમી પાર્ટીના સુશીલ ગુપ્તાને હરાવ્યા અને લોકસભા પહોંચ્યા હતા. સાવિત્રી જિંદલ 2005 અને 2009માં કોંગ્રેસની સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. વર્ષ 2014ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી કમલ ગુપ્તાએ સાવિત્રી જિંદાલને હરાવી વિધાનસભા પહોંચ્યા હતા. જો કે હવે જો સાવિત્રી જિંદાસ હિસાર પરથી લડે તો કમલ ગુપ્તાની ટિકિટ કપાઈ શકે છે.

સાવિત્રીના પતિ ઓમપ્રકાશ ગુપ્તા પણ હિસાર બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. પતિના હેલિકોપ્ટર અકસ્માત બાદ તેમણે રાજકારણમાં પગ મુક્યો હતો. સાવિત્રીનું એવું માનવું છે કે આ બેઠક સાથે તેમના પરિવારિક સંબંધ છે અને તેમના પરિવારની પકડ છે, તેથી આ બેઠક પરથી તેમણે ચૂંટણી લડવી જોઈએ.