1000 KM રેન્જ, 50 KG પેલોડ ક્ષમતા... આવો છે દુશ્મનોનો 'KAL', પોખરણમાં સ્વદેશી એટેક ડ્રોનનું સફળ પરીક્ષણ

'KAL' ડ્રોનને ખાસ કરીને વન-વે એટેક ડ્રોન શ્રેણી હેઠળ ડિઝાઇન કરવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 21 Sep 2026 03:11 PM (IST)Updated: Mon, 21 Sep 2026 03:11 PM (IST)
india-first-indigenous-attack-drone-kal-tested-at-pokhran-ig-defence-range-and-payload
India Indigenous Attack Drone KAL

India Indigenous Attack Drone KAL: સંરક્ષણ ક્ષેત્રે ભારતને એક મોટી સફળતા મળી છે. ભારતીય કંપની IG Defence દ્વારા પોખરણ ખાતે સ્વદેશી વન-વે એટેક ડ્રોન 'KAL' નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. 1000 KM રેન્જ અને 50 KG સુધીની પેલોડ ક્ષમતા ધરાવતું આ અલ્ટ્રા-લોન્ગ રેન્જ કિલર ડ્રોન ભારતના ડિફેન્સ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

એરફ્રેમથી લઈને નેવિગેશન સિસ્ટમનું સચોટ પરીક્ષણ

'KAL' ડ્રોનને ખાસ કરીને વન-વે એટેક ડ્રોન (Kamikaze અથવા Loitering-Type Strike Platform) શ્રેણી હેઠળ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્રકારના એટેક સિસ્ટમમાં ડ્રોનનો ઉપયોગ દુશ્મનના ચોક્કસ નિર્ધારિત ટાર્ગેટ સામે વન-વે મિશન માટે જ કરવામાં આવે છે. પોખરણ ખાતે યોજાયેલા આ ટ્રાયલ દરમિયાન ડ્રોનના ઈન્ટિગ્રેટેડ એરફ્રેમ, પ્રોપલ્શન, એવિયોનિક્સ, નેવિગેશન અને મિશન આર્કિટેક્ચરનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મોબાઈલ લોન્ચ પ્લેટફોર્મ: ગમે ત્યાંથી લોન્ચ કરી શકાશે

આ પરીક્ષણની સૌથી મોટી ખાસિયત એ રહી કે આ ડ્રોન સિસ્ટમને વાહન પર માઉન્ટ કરાયેલા લૉન્ચર પ્લેટફોર્મ (Vehicle-mounted Launch System) પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આનાથી આ સિસ્ટમ માટે કોઈ ચોક્કસ ફિક્સ્ડ લૉન્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભર રહેવું પડતું નથી અને તેને રસ્તા પરથી જ ગમે તે સ્થળેથી તૈનાત કરીને લૉન્ચ કરી શકાય છે.

આધુનિક યુદ્ધ અને એઆઈ (AI) સિસ્ટમ સાથે સંકલન

રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વ તથા લાલ સાગરમાં શાહેદ (Shahed) ક્લાસ ડ્રોન હુમલાએ દર્શાવ્યું છે કે કેવી રીતે સસ્તા વન-વે ડ્રોન લાંબા અંતરના હુમલા કરવા અને દુશ્મનના એર-ડિફેન્સ નેટવર્ક પર સતત દબાણ બનાવવામાં અસરકારક સાબિત થાય છે.

IG ડિફેન્સના ફાઉન્ડર અને CEO બોધિસત્ત્વ સંઘપ્રિયાના જણાવ્યા અનુસાર, પોખરણ ટ્રાયલ એડવાન્સ્ડ ડિફેન્સ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા તરફ ભારતનું એક મોટું પગલું છે. આ ડ્રોન સિસ્ટમને આઈજી ડિફેન્સની 'Grid' નામની AI-પાવર્ડ બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ (C5ISRT) સાથે પણ જોડી શકાય છે, જે યુદ્ધક્ષેત્રમાં બહુવિધ ડ્રોન વચ્ચે સીમલેસ સંકલન પૂરું પાડે છે.

વૈશ્વિક પ્રદર્શન અને નિકાસ માટે તૈયારીઓ

ભારત સરકાર તરફથી જરૂરી મંજૂરી અને એક્સપોર્ટ ક્લીયરન્સ મળ્યા બાદ આ 'KAL' ડ્રોન સિસ્ટમને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઉતારવામાં આવશે. ગલ્ફ (ખાડી) દેશોએ પોતાની વ્યુહાત્મક જરૂરિયાત માટે આ ભારતીય ડ્રોન ખરીદવામાં મોટો રસ દાખવ્યો છે. આ ઉપરાંત, કંપની ઇન્ટરસેપ્ટર ડ્રોન, FPV કોમ્બેટ ડ્રોન, કાઉન્ટર-UAS, અને AI સ્વર્મ ટેકનોલોજી સહિત અનેક આધુનિક સ્વદેશી સંરક્ષણ તકનીકો પણ વિકસાવી રહી છે.