INDIA Bloc Mock Parliament: મતદાતા યાદીના વિશેષ સુધારણા (SIR) કાર્યક્રમમાં થયેલી કથિત અનિયમિતતા અને ચૂંટણી પંચના આંતરિક નિર્ણયો અંગે ઊભા થયેલા વિવાદ વચ્ચે વિપક્ષી INDIA ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે મોરચો ખોલ્યો છે. INDIA ગઠબંધન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે 'જન મહાભિયોગ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે 31 ઓક્ટોબર, શનિવારના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને જ્ઞાનેશ કુમાર સામે એક પ્રતીકાત્મક 'જન મહાભિયોગ' કાર્યક્રમ યોજાયો છે, જેની અધ્યક્ષતા પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર કરી રહ્યાં છે.
મતદાતા યાદીના વિશેષ સુધારણા (SIR)માં ગડબડ અને ચૂંટણી પંચના વિવાદાસ્પદ આંતરિક નિર્ણયો સામે વિરોધ નોંધાવવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઈન્ડી ગઠબંધનની આ બેઠક રામલીલા મેદાન ખાતે યોજાનાર વિપક્ષની પ્રસ્તાવિત દિલ્હી ચલો રેલીના એક દિવસ પહેલા યોજાઈ છે.
રામલીલા મેદાનની રેલીમાં તમામ વિપક્ષી દળો એકજૂથ થઈને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગને બુલંદીથી ઉઠાવવાની પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે.
