INDI Alliance Meeting: પાંચ રાજ્યોની તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ દેશના બદલાયેલા રાજકીય પરિદ્રશ્ય વચ્ચે, વિપક્ષી ઇન્ડિયા (INDI) ગઠબંધને આજે સોમવારે નવી દિલ્હી ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે બપોરે 12:00 વાગ્યે યોજાનારી આ હાઈપ્રોફાઈલ બેઠકનો મુખ્ય હેતુ દેશના વર્તમાન સળગતા મુદ્દાઓ જેવા કે NEET પેપર લીક, CBSE OSM (ઓન-સ્ક્રીન માર્કિંગ) ની ખામીઓ અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર કેન્દ્રની મોદી સરકારને સંસદથી લઈને સડક સુધી ઘેરવાનો છે.
23 राजनीतिक दलों ने सोमवार, 8 जून 2026 को दोपहर 12 बजे नई दिल्ली के कॉन्स्टिट्यूशन क्लब में होने वाली INDIA जनबंधन की बैठक में भाग लेने की पुष्टि की है। कुछ दलों ने अपने-अपने कारणों से इस विशेष बैठक में शामिल होने में असमर्थता जताई है -हालांकि उन्होंने मोदी सरकार की उन नीतियों और…
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 7, 2026
કોંગ્રેસ સામે ગઠબંધનને એક રાખવાનો બેવડો પડકાર
આ પણ વાંચો
જો કે, તાજેતરની ચૂંટણીઓ બાદ વિપક્ષી છાવણીના અનેક પ્રાદેશિક પક્ષોમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. દેશના મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ સામે અત્યારે બેવડો પડકાર છે; એક તરફ આ ગઠબંધનને વિખેરાઈ જતું બચાવવું અને બીજી તરફ તમામ પક્ષોને એક ચોક્કસ રાજકીય માર્ગ પર સાથે રાખવા. તમિલનાડુમાં બદલાયેલા રાજકીય સમીકરણોને કારણે દ્રવિડિયન પક્ષ ડીએમકે (DMK) એ આ બેઠકથી સંપૂર્ણ કિનારો કરી લીધો છે, જ્યારે કેરળ ચૂંટણી દરમિયાન ઉભી થયેલી કડવાશને કારણે ડાબેરી પક્ષો (લેફ્ટ ફ્રન્ટ) પણ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ ચાલી રહ્યા છે.
જયરામ રમેશે એક્સ (X) પર પોસ્ટ કરી આપી વિગતો
આ તમામ આંતરિક વિખવાદો વચ્ચે પણ કોંગ્રેસે વિપક્ષી એકતાનો દાવો મજબૂત રીતે રજૂ કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર બેઠકની પુષ્ટિ કરતા લખ્યું કે, "ઇન્ડિયા ગઠબંધન તેની વિવિધતામાં એક છે, ભારતની જેમ જ. આજની બેઠકમાં 23 પક્ષો ભાગ લઈ રહ્યા છે." તેમણે સ્વીકાર્યું કે કેટલીક પાર્ટીઓ અંગત કારણોસર હાજર રહી શકી નથી, પરંતુ તેઓ મોદી સરકારની જનવિરોધી નીતિઓ, ફુગાવો, બેરોજગારી અને તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવાના કૃત્યોના વિરોધમાં અમારી સાથે જ છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાજ્યસભાના નેતા ડેરેક ઓ'બ્રાયને પણ આ પોસ્ટને ટેગ કરીને પોતાની પાર્ટીની ભાગીદારી સુનિશ્ચિત કરી છે અને મિત્રતાની ભાવના વ્યક્ત કરી છે.
ગઠબંધનના સાથીઓ વચ્ચે કેમ સર્જાયો તણાવ?
પશ્ચિમ બંગાળ અને TMC: બંગાળમાં મમતા બેનર્જીની અણધારી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ આંતરિક અશાંતિનો સામનો કરી રહી છે. મમતા બેનર્જીએ પોતે જ આ બેઠક બોલાવવાની વકીલાત કરી હતી, કારણ કે રાષ્ટ્રીય સ્તરે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હાલ તેમને કોંગ્રેસના સાથની સખત જરૂર છે.
તમિલનાડુ અને DMK: તમિલનાડુમાં સ્ટાલિનની હાર બાદ, કોંગ્રેસે મુખ્યમંત્રી પદ માટે ટીવીકે (TVK) નેતા વિજયને ઉતાવળે સમર્થન આપીને ડીએમકે સાથેનું બે દાયકા જૂનું જોડાણ તોડી નાખ્યું હતું. આનાથી નારાજ થઈને એમ.કે. સ્ટાલિને દિલ્હીની બેઠકથી દૂરી બનાવી લીધી છે.
કેરળ અને ડાબેરી પક્ષો: કેરળમાં ડાબેરી પક્ષો (CPIM) અને ભાજપ વચ્ચે આંતરિક સાંઠગાંઠ હોવાના કોંગ્રેસી નેતાઓના આરોપોથી ડાબેરીઓ નારાજ છે. સીપીઆઈએમના મહાસચિવ એમ.એ. બેબીએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને આ અંગે કડક શબ્દોમાં સ્પષ્ટતા માંગી છે.
આ તમામ પડકારો અને આગામી 2029 ની લોકસભા ચૂંટણીના લાંબાગાળાના આયોજનને ધ્યાનમાં રાખીને વિપક્ષી જોડાણ માટે આજની બેઠક ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
