ચોમાસાની વિદાય ટાણે દેશભરમાં મેઘતાંડવના એંધાણ: IMD દ્વારા દિલ્હી, યુપી, બિહાર અને રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'

બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાની પવનો અને ગલ્ફ ઓફ મન્નાર પર રચાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ)ને કારણે ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને કેટલાક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 05 Oct 2026 07:31 AM (IST)Updated: Mon, 05 Oct 2026 07:31 AM (IST)
imd-weather-forecast-5-october-2026-heavy-rain-alert-15-states-delhi-up-bihar-rajasthan
આજનું હવામાન

IMD Weather Alert: દેશમાંથી ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે, તેમ છતાં હવામાન પ્રણાલીમાં સર્જાયેલા ફેરફારોને કારણે અનેક રાજ્યોમાં મેઘમહેર થંભવાનું નામ નથી લઈ રહી. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે, 5 ઓક્ટોબર 2026ના રોજ એક નવું હવામાન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાની પવનો અને ગલ્ફ ઓફ મન્નાર પર રચાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ)ને કારણે ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને કેટલાક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને સાવચેત રહેવા, જ્યારે દરિયામાં કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા અને ખેડૂતોને પાકની સુરક્ષા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

આ 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

IMDના તાજેતરના બુલેટિન મુજબ, દેશના 15 પ્રમુખ રાજ્યોમાં વરસાદી માહોલ જામશે. જેમાં દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, કેરળ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

દિલ્હી-NCRનું હવામાન

પાટનગરમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને મુશળધાર વરસાદ સાથે 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.

ઉત્તર પ્રદેશનું હવામાન

યુપીના કાનપુર, મથુરા, મેરઠ, આગ્રા, ગાઝીપુર, ગોરખપુર અને રાયબરેલી જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વાવાઝોડાનું એલર્ટ જારી કરાયું છે. રાજધાની લખનૌમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ શકે છે.

બિહારનું હવામાન

રાજ્યના ભોજપુર, વૈશાલી, દરભંગા, કિશનગંજ, ગયા, બક્સર, ભાગલપુર, મધુબની અને લખીસરાય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. પટનામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

મધ્ય પ્રદેશનું હવામાન

જબલપુર, છિંદવાડા, બાલાઘાટ, દમોહ, શહડોલ, છતરપુર, સિઓની અને રાયસેન જિલ્લાઓમાં મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પાટનગર ભોપાલમાં તાપમાન 21 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

રાજસ્થાનનું હવામાન

અજમેર, ભીલવાડા, જયપુર, ભરતપુર અને અલવર વિસ્તારોમાં 60 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવા સાથે ભારે વરસાદનું એલર્ટ છે. જયપુરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું હવામાન

હિમાચલના બિલાસપુર, શિમલા, સોલન, કિન્નોર અને મંડીમાં 40 કિમી/કલાકના પવન સાથે વરસાદ થશે. મનાલીમાં તાપમાન ગગડીને લઘુત્તમ 3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે ઉત્તરાખંડના ઋષિકેશ, હરિદ્વાર, નૈનીતાલ, બાગેશ્વર, ચંપાવત અને પિથોરાગઢમાં 50 કિમી/કલાકની ઝડપે તેજ પવન અને મુશળધાર વરસાદથી ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે.