હૈદરાબાદમાં દુર્ગા વિસર્જન શોભાયાત્રા પર ઈંડા ફેંકાયા, હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ; શંકાસ્પદ શખ્સો પોલીસ કસ્ટડીમાં

મદન્નપેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સંતોષ નગર હોટલ લેન નજીક આ ઘટના સર્જાઈ હતી, જે મામલે પોલીસે કાર્યવાહી કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 25 Oct 2026 04:46 PM (IST)Updated: Sun, 25 Oct 2026 04:46 PM (IST)
hyderabad-durga-puja-2026-visarjan-egg-throwing-incident-police-action
AI Generated Image

Hyderabad Durga Visarjan 2026: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં દુર્ગા વિસર્જન દરમિયાન માતાજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની સંવેદનશીલ ઘટના સામે આવતાં મોડી રાત્રે ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. મદન્નપેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સંતોષ નગર હોટલ લેન નજીકથી જ્યારે વિસર્જન સરઘસ પસાર થઈ રહ્યું હતું, ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ દુર્ગા માતાની મૂર્તિ પર ઈંડા ફેંક્યા હોવાનો આરોપ છે.

આ ઘટનાના તીવ્ર વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા રસ્તા પર ઉતરીને ભારે હોબાળો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઘટના અંગે માહિતી આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાત્રિના સમયે ડાયલ 100 પર એક કોલ મળ્યો હતો, જેમાં સરઘસ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકાયા હોવાની જાણ કરાઈ હતી.

માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ ઘટના મામલે FIR નોંધીને કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી લીધી છે, અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ ચલાવી રહી છે.

નોંધનીય છે કે, આ અગાઉ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં પણ દુર્ગા વિસર્જન દરમિયાન પથ્થરમારો થવાની આવી જ એક ઘટના સામે આવી હતી. વાશિમમાં ગુલાલ ઉડાડવા બાબતે થયેલા સામાન્ય વિવાદ બાદ સ્થિતિ વણસી હતી. જોકે, પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો અને હાલ ત્યાં સંપૂર્ણ શાંતિ છે.