Hyderabad News: હૈદરાબાદથી એક હેરાન કરી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક આરોપીએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી અને પછી તેના મૃતદેહના નાના નાના ટુકડા કરીને પ્રેશર કુકરમાં ઉકાળીને એક તળાવમાં ફેંકી દીધા હતા.
ન્યુઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર 35 વર્ષની વેંકટ માધવી 18 જાન્યુઆરીએ ગાયબ થઈ ગઈ હતી. તેના માતા પિતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેનો આરોપી પતિ પણ સાથે આવ્યો હતો. આરોપીનું નામ ગુરુ મૂર્તિ છે. તે મૂળ આંધ્ર પ્રદેશનો છે અને અગાઉ સેનામાં કામ કરતો હતો. હાલ આરોપી હૈદરાબાદમાં કંચનબાગમાં ડીઆરડીઓમાં આઉટસોર્સ સુરક્ષા ગાર્ડના રુપે કામ કરે છે.
પત્નીએ પિયર જવાની વાત કરતાં પતિ ભડક્યો
આરોપી તેની પત્ની સાથે મીરપેટના ન્યુ વેંકટેશ્વ નગર કોલોનીમાં ભાડે રહેતો હતો. તેના બે બાળકો પણ છે. સ્થાનિક મીડિયા અનુસાર દંપતી વચ્ચે ઝગડો થયો હતો. ઈન્ડિય ટુડેના અહેવાલ અનુસાર માધવી તેમના પિયર જવાની વાત કરી રહી હતી. આ વાતથી પતિ ભડક્યો હતો. અને બંને વચ્ચે ઝગડો થયો હતો.
મૃતદેહના ટુકડાઓને બોરીમાં ભરીને તળાવમાં ફેંકી દીધા
પોલીસ જણાવ્યું તે માધવીના ગુમ થવાની ફરિયાદ નોંધાવવા તેના માતા પિતા સાથે આરોપી પણ આવ્યો હતો. આ દરમિયાન તેણે એવો વ્યવહાર કર્યો કે તેને તેની પત્ની વિશે કંઈ ખબર નથી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી. જેમાં પોલીસને મૂર્તિ પર શંકા જતાં તેની પુછપરછ કરી. જેમાં આરોપીએ ગુનો કબુલી લીધો. આરોપીએ જણાવ્યું કે તેણે તેની પત્નીના મૃતદેહના ટુકડાઓને બોરીમાં ભરીને તળાવમાં ફેંકી દીધા છે. જો કે હજુ સુધી પોલીસને તેનો મૃતદેહ મળ્યો નથી.
