Humayun Kabir News: પશ્ચિમ બંગાળની રેજીનગર વિધાનસભા પેટા ચૂંટણીમાં પરાજય થયા બાદ આમ જનતા ઉન્નયન પાર્ટીના નેતા હુમાયૂં કબીરે વર્ષ 2029 પછી ભારત છોડીને દુબઈમાં સ્થાયી થવાની પોતાની ઈચ્છા જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2029 સુધી જ ભારતમાં રહેશે. ત્યારબાદ તેઓ 10 વર્ષના વિઝામેળવીને દુબઈ ચાલ્યા જશે અને ત્યાં જ વસી જશે.
મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનું નિર્માણ પ્રાથમિકતા
હાલમાં મુર્શિદાબાદ ખાતે બાબરી મસ્જિદનું નિર્માણ કરાવી રહેલા હુમાયૂં કબીરે સ્પષ્ટ કર્યું હતું કે, હાલમાં તેમની મુખ્ય પ્રાથમિકતા આ મસ્જિદનું નિર્માણ કાર્ય પૂરું કરાવવાની છે. હુમાયૂં કબીરે ઉમેર્યું હતું કે, મસ્જિદનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ જ તેઓ દુબઈ જવાના પોતાના આયોજન પર આગળ વધશે.
2029 ચૂંટણી અને અધીર ચૌધરી સામે લડવાની મંશા
આ ઉપરાંત, હુમાયૂં કબીરે વર્ષ 2029 ની લોકસભા ચૂંટણીને લઈને પણ પોતાની મંશા જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો કોંગ્રેસ નેતા અધીર ચૌધરી ચૂંટણી લડશે, તો તેઓ તેમને એક વાર ફરી હરાવવા ઈચ્છશે.
પુત્ર ગુલામ નબી આઝાદની પેટા ચૂંટણીમાં હાર
ઉલ્લેખનીય છે કે, રેજીનગર પેટાચૂંટણીમાં હુમાયૂં કબીરના પુત્ર ગુલામ નબી આઝાદ તેમની આમ જનતા ઉન્નયન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, અને તેમને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
